મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપુટી વાળી સરકાર રચાય તે પહેલા જ સરકારમાં ભાગદારીને લઈને કોંગ્રેસની જીદ સામે આવી છે. નવી બનનારી સરકાર જો ખેડૂતોનું દેવુ માફ કરે તો જ સરકારમાં કોંગ્રેસ ભાગીદાર થશે તેમ કહ્યુ હતું. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોનું દેવુ માફ ગરવાનો વાયદો કર્યો હતો. ત્યાર સરકાર બન્યાના 10માં દિવસે ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે તેવી કોંગ્રેસે શરત મુકી છે. કોંગ્રેસની આ જીદ સામે શિવસેનાએ વિચારવાનો સમય માંગ્યો છે.
આજે ત્રણે પક્ષો રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રસે અને એનસીપીની સરકાર બનાવવાને લઈને લગભગ સંમત સધાઈ છે.ત્યારે ત્રણેય પક્ષના નેતાઓ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે. શિવસેના કોંગ્રેસ અને એનસીપીનું પ્રતિનિધિ મંડળ સાંજે ચાર વાગ્યે ભગતસિંહ કોશ્યારીને મળશે. અગાઉ માત્ર એનસીપી, કોંગ્રેસ નેતાઓ મુલાકાતની જ વાત હતી. જોકે બાદમાં શિવસેનાએ કહ્યુ કે તેઓ પણ પોતાના પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. ત્રણેક પક્ષો એક સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાની દાવેદરી કરશે તેમ પણ મનાય છે. ત્રણેય પક્ષો વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પણ બની ગયો છે. શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 14-14 અને 12નો ફોર્મ્યુલા પણ નક્કી થયો છે. આ સાથે જ તે પણ નક્કી થયુ છે કે, મુખ્યપ્રધાન શિવસેનાનો જ હશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.