ફક્ત 15 મહિનાની FD પર 8.50 ટકા સુધી વ્યાજ, આ બેંકની જાહેરાતથી રોકાણકારોમાં ખુશીની લહેર!

Ujjivan Small Finance Bank FD: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે (Ujjivan Small Finance Bank) ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. નવા દર 7 માર્ચથી લાગુ છે.

જ્યારે પણ બચતની વાત આવે છે ત્યારે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીનું નામ ચોક્કસ આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં તમારું રોકાણ સુરક્ષિત છે, સાથે જ તમને ગેરેન્ટેડ રિટર્ન પણ મળે છે. જો તમે પણ એફડીમાં રોકાણ કરવા માંગો છો, તો આ તમારા માટે સમાચાર છે. વાસ્તવમાં હાલમાં જ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.

વ્યાજદરમાં સુધારા બાદ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક સામાન્ય ગ્રાહકો માટે 3.75 ટકાથી 8.50 ટકા વચ્ચે વ્યાજ દર આપે છે. સૌથી વધુ વ્યાજ દર 15 મહિનાના સમયગાળા પર 8.50 ટકા છે અને વરિષ્ઠ નાગરિકો માટે આ જ સમયગાળા પર સૌથી વધુ વ્યાજ દર 9 ટકા છે. નવા દર 7 માર્ચ 2024થી લાગુ થશે.

વ્યાજની ચુકવણીના બહુવિધ વિકલ્પો

1 કરોડથી વધુની અને 2 કરોડ રૂપિયાથી ઓછી થાપણો ફક્ત પ્લેટિના એફડી દ્વારા ઓફર કરવામાં આવતા 0.20 ટકાના વધારાના વ્યાજ દર માટે પાત્ર રહેશે. ઉજ્જીવન એસએફબી માટે ઉપલબ્ધ વ્યાજની ચુકવણીના વિકલ્પો માસિક, ત્રિમાસિક અને પરિપક્વતા પર ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.