અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલુ છે. અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત 3 લોકોના મોતના સમાચાર છે. મિલિશિયા ગ્રુપને ઈરાનનું સમર્થન છે. વોશિંગ્ટનથી હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓએ બુધવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા સૈનિકો પર હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
પૂર્વી બગદાદના મશતાલ વિસ્તારમાં કાર ઉડાવી, હુમલો
યુએસ આર્મી લાંબા સમયથી ઈરાન સમર્થિત મિલિશિયા ગ્રુપના લોકો પર નજર રાખી રહી હતી. માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે, ઈરાકની રાજધાની બગદાદમાં એક કારમાં મિલિશિયા જૂથ કતૈબ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત કેટલાક લોકો ક્યાંક જઈ રહ્યા હતા. અમેરિકી દળોએ કારને નિશાન બનાવી જ્યારે તે પૂર્વી બગદાદના મશતાલ વિસ્તારમાં હતી. હુમલા બાદ કારના ટુકડા થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.