તક્ષશિલા અગ્નિકાંડને ૦૨ વષૅ થયાં બાદ ૧૩ આરોપી સામે ચાજૅફ્રેમ દાખલ..

બે વર્ષ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગના ગેરકાયદે ડોમમાં લાગેલી ભીષણ આગમાં 22 જેટલા વિદ્યાર્થીઓનું ભુજાઈ જવાથી તથા કૂદી પડવાથી મોત નીપજ્યું હતુ. આ આગ હોનારત કાંડમા સંડોવાયેલા કુલ 14 પૈકી 13 આરોપીઓ વિરુદ્ધ સોમવારે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એડિશનલ સેશન્સ જજ ડી.પી.ગોહિલે આ કેસમાં સહ આરોપી સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી અતુલ ગોરસાવાલાની ડિસ્ચાર્જ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેમની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી મોકુફ રાખી છે.

આ ભીષણ અગ્નિકાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડર્સ દિનેશ વેકરીયા, જીગ્નેશ પાઘડાળ, હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર, નાટા ટ્યુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણી સુરત મહાનગરપાલિકાના આરોપી અધિકારી પરાગ મુંશી, હિમાંશુ ગજ્જર,વિનુ સોલંકી, અતુલ ગોરસાવાલા, ફાયર વિભાગના કીર્તિ મોડ, સંજય આચાર્ય તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના અધિકારી દિપક નાયક સહિત 14 આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા અંગે ફરિયાદ નોધી આરોપીઓને જેલભેગા કર્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કેસના આરોપીઓ સામે ચાર્જફ્રેમની લાબા સમયથી પેન્ડિંગ કાર્યવાહી સોમવારે પુર્ણ થઈ છે. જો કે, આરોપી અતુલ ગોરસાવાલાની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી બાકાત રાખી કોર્ટ સમક્ષ ઉપસ્થિત બાકીના 13 આરોપીઓ વિરુદ્ધ તહોમતનામુ ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે આ કેસના આરોપીઓ સામે વિધિવત ન્યાયિક કાર્યવાહી આગામી 5 જૂલાઈના રોજ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ હવે આ કેસમાં સર તપાસ, ઉલટ તપાસ, સાક્ષી ચકાસણી સહિતની ટ્રાયલની પ્રોસેસ શરૂ થશે. વકીલના જણાવ્યા અનુસાર અમે ડોકટરોની જુબાનીની શરૂઆત કરવા ઇચ્છીએ છીએ, કેમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ઘણો આધાર છે. 22 વિદ્યાર્થીઓનાં મોત શ્વાસ રૂંધાવાથી, ઉપરથી કૂદવાથી અને દાઝવાથી થયા છે, જેથી પહેલા ડોક્ટરોને સમન્સ ઈશ્યુ થઈ શકે છે.

https://www.youtube.com/watch?v=jVojF9eOXiw&t=2s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.