ઈન્ટરનેટના અંધારિયા ખૂણા-ડાર્ક વેબના એક જ સર્વર પર 1.2 અબજ પ્રોફાઈલ રેઢી પડી છે!
– કોઈ પણ જાણકાર વ્યક્તિ આ ડેટા મેળવી તેનો ઉપયોગ-દુરૂપયોગ કરી શકે છે
ડેટામાં ૫ કરોડ ફોન નંબર, ૬૨.૨ કરોડ ઈ-મેઈલનો સમાવ
ઈન્ટરનેટ પર જગતના ૧.૨ અબજ વ્યક્તિનો પ્રોફાઈલ-પરિચય કહી શકાય એવી વિગતો સાવ રેઢી હાલતમાં મળી આવી છે. આ વિગતો એક જ સર્વર પર છે અને સર્વર ડાર્ક વેબ સાથે સંકળાયેલું છે. ૧.૨ અબજ વ્યક્તિના પ્રોફાઈલમાં ફોન નંબર, સરનામા, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની અનેક વિગતોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય કે તેમની આ બધી વિગતો અંગત છે અને સલામત છે, તો એ ભ્રમ છે. કેમ કે બધી જ વિગતો ડાર્ક વેબ કહેવાતા ઈન્ટરનેટના સેક્શનમાં એક જ સર્વર પર મળી આવી છે.
ડાર્ક વેબ એ ઈન્ટરનેટ પરનો એક વિભાગ છે, જેનો વધારે ઉપયોગ હેકર્સ અને ઓનલાઈન ક્રિમિનલો કરતાં હોય છે. સામાન્ય રીતે આપણે કંઈક ગૂગલમાં કે અન્ય સૃથળે સર્ચ કરીએ ત્યારે જે વિગતો મળે એ ડાર્ક વેબ સિવાયની વેબસાઈટોમાંથી મળતી હોય છે.
સામાન્ય વપરાશકર્તાઓ ડાર્ક વેબમાં સર્ચ કરી શકતા નથી. કેમ કે મોટા ભાગના વપરાશકર્તાઓ ડાર્ક વેબ અંગે જાણતા હોતા નથી. આ ઈન્ટરનેટની અન્ડરવર્લ્ડ જેવી દુનિયા છે. સામાન્ય ઈન્ટરનેટ યુઝર્સને ડાર્ક વેબની જરૂર પણ પડતી નથી.
દુરૂપયોગ થવાનો ભય
ઑક્ટોબર માસમાં ડાર્ક વેબ અંગે સંશોધન કરનારા ટેકનોલોજિ એક્સપર્ટ વિન્ની ટ્રોઈઆના હાથમાં આ વિગતો લાગી હતી. તેણે વધુ તપાસ કરી તો જણાયુ હતું કે ૧.૨ અબજ લોકોની વિગતો એક જ સર્વરમાં સેવ થયેલી છે.
તેનો આૃર્થ એવો થયો કે કોઈ હેકર આૃથવા ઈન્ટરનેટનો જાણકાર આ બધી વિગતો હેક કરી શકે છે. બીજી તરફ કોઈ કંપનીને આ બધી માહિતી જોઈતી હોય તો એ ખરીદી પણ શકે છે. ડેટા શોધી કાઢનારા વિન્નીએ અને તેના સાથીદાર બોબે તુરંત એફબીઆઈને જાણ કરી હતી. દરમિયાનમાં જ્યાં ઓનલાઈન ડેટા મુકાયો હતો ત્યાંથી તેને હટાવી દેવાયો હતો એટલે કે ઓફલાઈન કરી દેવાયો હતો. શક્ય છે એ બીજા કોઈ સર્વર પર, બીજા નામે ફરીથી ઓનલાઈન મુકી દેવાઈ.
સૌથી મોટું ડેટા લિક કૌભાંડ
ઓનલાઈન ઉપલબૃધ ડેટામાં ૫ કરોડ ફોન નંબર અને ૬૨.૨ કરોડ ઈ-મેઈલનો સમાવેશ થાય છે.
સદ્ભાગ્યે આ માહિતીમાં પાસવર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ જેવી સંવેદનશિલ વિગતો નથી. તો પણ આ ઈન્ટરનેટના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું ડેટા લિક કૌભાંડ છે.
કેમ કે ઓનલાઈન હોવાથી એ ક્યારે કોના હાથમાં જશે એ કહી શકાય એમ નથી. આતંકીઓના હાથમાં પણ જઈ શકે, માર્કેટિંગ કરનારી કંપનીઓના હાથમાં પણ જઈ શકે અને દુશ્મન દેશના હાથમાં પણ જઈ શકે.
ડેટા હેકર્સ પાસે પહોંચ્યો હશે?
વિન્નીએ જણાવ્યું હતુ કે આ બધો ડેટા સોશિયલ મીડિયા પ્રોફાઈલ સાથે મર્જ કરી દેવાયો છે.
જેણે પણ આ કામગીરી કરી છે, તેનો ઉપયોગ હેકિંગ કરીને ખંડણી ઉઘરાવવાનો હોય એમ લાગે છે. દરમિયાન તપાસ કરતાં આ સર્વર ગૂગલની ક્લાઉડ સર્વિસમાં હોવાનું જાણવા મળ્યું હતુ. ગૂગલની ક્લાઉડ સર્વિસનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. માટે અગાઉ કોઈને આ બધો ડેટા મળી ગયો છે કે કેમ તેની પણ જાણકારી નથી. શક્ય છે કે કોઈ પાસે ઓલરેડી આ બધી વિગતો પહોંચી ગઈ હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.