સલામત સવારી એસ.ટી અમારા. આવા સ્લોગન તો એસટી પાછળ લખવામાં આવે છે પરંતુ શું એસ.ટી બસમાં સવારી કરવી ખરેખર સલામત ભરી છે ખરી ? અવારનવાર એસટી બસા અકસ્માત થતા હોવાનું વારંવાર સામે આવે છે.અને ક્યારેક બસ પલટી જાય તો ક્યારેક ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવતા અકસ્માતનો ભોગ બને છે. ફુલ સ્પીડ અને ઓવરટેકને કારણે ઘણી વખત અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
ખાનગી બસ અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા 10 લોકો ઘાયલ થયા છે અને 1નું મોત નીપજ્યુ છે. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને બસો ફુલ સ્પીડમાં આવી રહી હતી જેના કારણે અકસ્માત સર્જાયો. અને ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.એસટી બસની આગળના ભાગમાં તો રીતસર કુરચે કુરચા ઉડી ગયા હતા. જ્યારે ખાનગી બસનો પાછળનો ભાગ પણ ડેમેજ થયો હતો..આ અકસ્માતમાં મોત થનાર વ્યક્તિ યુવતી હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.