સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસે લાખો-કરોડો રૂપિયાના પ્રોજેક્ટો તો સાકાર કરી દેવામાં આવે છે પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી.અને સુરત મનપા દ્વારા શહેરીજનો માટે સિટીબસ, બીઆરટીએસ બસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ બસનું કે બસ રૂટનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. મનપાની સિટી બસોની હાલત તો કંડમ થઈ જ ગઈ છે પરંતુ બીઆરટીએસના રૂટના પણ ઠેકાણા નથી. ખટોદરા જંક્શન પાસે બીઆરટીએસ રૂટમાં 1 કિ.મી સુધીની લોખંડની માત્ર ફ્રેમ જ છે અંદરની ગ્રીલ જ નથી અને મનપા દ્વારા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતી નથી.
કરોડો રૂપિયાના ખર્ચે સાકાર કરવામાં આવેલા સિટીબસ અને બીઆરટીએસ પ્રોજેક્ટમાં મેઈન્ટેનન્સના નામે મીંડુ છે.અને બસોની હાલત પણ ખરાબ છે તેમજ રૂટ પર પણ સુવિધા યોગ્ય નથી. મનપા દ્વારા જે બીઆરટીએસ રૂટમાં બંને બાજુ લોખંડની રેલીંગ કરવામાં આવી છે તેની માત્ર ફ્રેમ છે ઘણી જગ્યાએ અંદરની ગ્રીલ જ નથી. ખટોદરા જંક્શન પાસે નજીકમાં જ ખટોદરા પોલીસ સ્ટેશન પણ છે તેમ છતાં અહી લોકો બિંન્ધાસ્ત ચોરી કરીને ચાલ્યા જાય છે અને મનપા દ્વારા અહી પૈજાના પૈસે નવી ગ્રીલ લગાવી દેવામાં આવી રહી છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.