લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ખોડલધામને આગામી 21 જાન્યુઆરીના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોઈ ખોડલધામ કાગવડ દ્વારા ભવ્ય કન્વીનર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઢકમાં દેશભરના શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ, સ્વયંસેવકો હાજર રહેવાના છે અને આ કન્વીનર સંમેલનમાં 1 લાખથી વધુ પાટીદાર સમાજના લોકો ભાગ લેશે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.
કાગવડ ખોડલધામ ખાતે યોજાનારા કન્વીનર મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે અને ત્યારે ખોડલધામ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પધાવરા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહને પણ કાગવડ ખોડલધામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે 21 જાન્યુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહે તેવી શક્તાઓ છે અને આ કન્વીનર સંમેલનમાં સમગ્ર દેશભરના શહેર, તાલુકા અને ગ્રામ્યના કન્વીનર્સ તેમજ સ્વયંસેવક મળી કુલ 1 લાખથી વધુ પાટીદારો સંમેલનમાં ભાગ લેવાના છે.
ઉત્તરાયણના તહેવારને બે દિવસ બાકી છે અને ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દર વર્ષની જે આ વર્ષે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. ત્યારે અમિત શાહ કાલ સાંજે ગુજરાત આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને ઉત્તરાયણના દિવસે સવારે તેઓ જગન્નાથ મંદિરે પરિવાર સાથે દર્શન કરશે.
અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અમિત શાહ કાર્યકરો સાથે પતંગ ઉડાડવાની મઝા માણવાના છે અને ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે અમિત શાહ કચ્છ બોર્ડરની પણ મુલાકાત લેવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.