Stock Split News: 29 માર્ચમાં કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી. શેર 1 ટકાના વધારા સાથે 874 રૂપિયા પર બંધ થયો હતો.
નવી દિલ્હીઃ આ કંપની છે સુરતવાળા બિઝનેસ ગ્રુપ લિ. કંપની રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છે. કંપનીના શેરમાં તોફાનનો દોર સતત વધી રહ્યો છે. આ શેરમાં એક મહિનામાં 12 ટકા, ત્રણ મહિનામાં 50 ટકા, એક વર્ષમાં 400 ટકાનો વધારો થયો છે.
કંપનીએ એક શેરને 10 ભાગમાં વહેંચવાની જાહેરાત કરી છે. રેકોર્ડની તારીખ 18 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. જેના એકાઉન્ટમાં 18 એપ્રિલ સુધીમાં શેર હશે તેમને સ્ટોક સ્પ્લીટનો લાભ મળશે.
એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે, ‘અમે એ જણાવવા માંગીએ છીએ કે સુરતવાલા બિઝનેસ ગ્રુપ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે 29 માર્ચ, 2024 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં ગુરુવાર, 18 એપ્રિલ, 2024 ને કંપનીના હાલના ઇક્વિટી શેરના સબ-ડિવિઝન / સ્પ્લિટના હેતુ માટે ઇક્વિટી શેરહોલ્ડર્સના હકને નક્કી કરવા માટે ‘રેકોર્ડ તારીખ’ તરીકે નક્કી કરી છે, જેથી કરીને પ્રવર્તમાન 1 (એક) ઈક્વિટી શેર કે જેની ફેસ વેલ્યુ ₹10 (દસ) હોય, તેને ₹1 (એક) ની ફેસવેલ્યુના 10 ઇક્વિટી શેર્સમાં સ્પ્લીટ કરવામાં આવશે.
સ્ટોકની ફેસ વેલ્યુ ઘટાડવાને શેર સ્પ્લિટ કહેવામાં આવે છે. એટલે કે જો 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરની ફેસ વેલ્યુ બદલીને 1 રૂપિયા કરવામાં આવે તો શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. વિભાજન સાથે, રેકોર્ડ તારીખે શેરની બજાર કિંમત પણ 10 ભાગોમાં સમાયોજિત થશે.
સ્ટોક સ્પ્લિટ્સ ખાસ કરીને લિક્વિડિટી અને વોલ્યુમ વધારવાના હેતુથી કરવામાં આવે છે. સ્ટોક સ્પ્લિટ કરવાનો મૂળ હેતુ વધુમાં વધુ રિટેલ રોકાણકારોને ભાગીદાર બનાવવાનો હોય છે.
સુરતવાલા બિઝનેસ ગ્રુપ લિમિટેડનો શેર ગુરુવારે (28 માર્ચ) 0.97% ના વધારા સાથે ₹872.15 ની સપાટીએ બંધ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેરમાં 44 ટકાનો વધારો થયો છે અને છેલ્લા એક વર્ષમાં લગભગ 400 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.