10 દિવસમાં સુપ્રીમ કોર્ટના આ ચાર મોટા નિર્ણયો એક ઝાટકે બદલાઈ જશે દેશની સુરત

સુપ્રિમ કોર્ટમાં ચાર નવેમ્બરથી 10 દિવસોની અંદર મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) રંજન ગોગોઈના નેતૃત્વવાળી પીઠ ચાર મહત્વપૂર્ણ નિર્ણયો સંભળાવી શકે છે. જેમાં અયોધ્યા જમીન વિવાદ સામેલ છે. જેનાંથી દેશના સામાજીક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રમાં સંભવિત મોટો પ્રભાવ પડી શકે છે.

અયોધ્યા મામલામાં નવેમ્બર મહિનામાં નિર્ણય આવવાની આશા છે. આ 1858થી દેશના સામાજીક-ધાર્મિક મામલાઓનું કેન્દ્ર રહ્યુ છે. અને તેની પર 1885થી કેસ ચાલી રહ્યો છે. આ નિર્ણય આ વિવાદનાં લાંબા ઈતિહાસમાં એક નવો અધ્યાય નોંધશે. કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. શું પાંચ પીઠો વાળી સંવૈધાનિક પીઠ સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવશે. આ પ્રકારનાં વિવાદિત મુદ્દાઓ પર, જેણે હિંદુ અને મુસ્લિમોને વિભાજીત કર્યા છે, શું એકમતથી કોઈ નિર્ણયને સ્વીકારવામાં આવશે કારણકે, આ કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતાને દૂર કરશે જે 4-1 અથવા 3-2 (5 જજોની વચ્ચે)નાં નિર્ણયને કારણે થઈ શકે છે.

એક અંગ્રેજી સમાચાર પત્રના રિપોર્ટ મુજબ, તેના સિવાય મુખ્ય ન્યાયાધીશની પીઠ તેમના તે નિર્ણય પર ફરીવિચાર કરીને નિર્ણય આપશે. જેમાં દરેક ઉંમરની મહિલાઓને સબરીમાલાના અયપ્પા મંદિરની અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્રીજો નિર્ણય સરકારને રાફેલ પર ક્લિનચીટ આપવા પર થઈ શકે છે. ચોથો નિર્ણય સીજેઆઈને આરટીઆઈ હેઠળ લાવવાની અરજી પર આવવાની રાહ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.