ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવતા મામલો ગરમાયો છે અને જો વાત કરવામાં આવે તો ભેંસાણાના એક પરિવારના હેરાન કરવાના આરોપ બદલ પોલીસ દ્વારા કીર્તિ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અત્રે જણાવી દઈએ કે, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચીને પોતાના સાગરીતો સાથે ભેસાણના એક પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચી હતી અને જેથી પોલીસ દ્વારા તેમની સામે ગેરકાયદેસર મંડળી રચવી, રાયોટીંગ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી 10 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ભેસાણના નવા બસ સ્ટેશન સામે રહેતા જમનભાઈ ભાયાણી વિરુદ્ધ કીર્તિ પટેલ ઘણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીમાંથી બેફામ વાણી વિલાસ અને ગાળો બોલતી હતી માત્ર આટલું જ નહી પણ જમનભાઈ ભાયાણીને વિડીયોના માધ્યમથી ભૂંડી ગાળો આપીને માર મારવાની ધમકી પણ આપતી હતી.
આપને જણાવી દઈએ કે, કીર્તિ પટેલ સાગરીતો સાથે ભેસાણ આવી પહોંચતા ભેસાણ પોલીસ અને એલ.સી.બી. દ્વારા કીર્તિ પટેલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. જમનભાઈની ફરિયાદ લઈને પોલીસે કીર્તિ પટેલ (સુરત), અજય મંગુ જેબલીયા (સુરત), અવનીક ભરત વધાસીયા (સુરત), ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા), જીતેન્દ્રસિંહ રાઠોડ ( અમદાવાદ), જતિન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત), યશ વિપુલભાઈ મુજપરા (સુરત), સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ), જયદિપ લાઠીયા (સુરત) વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને માર મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસ દ્વરા ગત મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય પહેલા એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી હતી અને સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.