100 જેટલા નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો, કોંગ્રેસને ઊગારી લેવાના પગલાં ક્યારે લેવાના છો ?

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રવક્તા સંજય ઝાએ એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીને પક્ષના સોએક નેતાઓએ પત્ર લખ્યો છે કે પક્ષને ઊગારી લેવાનાં નક્કર પગલાં ક્યારે લેવાનાં છો ?

આજે સવારે ટ્વીટર પર ઝાએ લખ્યું હતુ્ં કે કોંગ્રેસની હાલની સ્થિતિથી અનેક સભ્યો નારાજ હતા. તેમણે પક્ષના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીને નારાજી વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં પક્ષને કાયમી પ્રમુખ આપવાની અને કારોબારીની પારદર્શક ચૂંટણી કરવાની માગણી કરવામાં આવી હતી એવો દાવો ઝાએ કર્યો હતો.

ગેરશિસ્ત અને પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે સંજય ઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ પહેલાંથી ઝા કોંગ્રેસ પક્ષની પરિસ્થિતિ વિશે જાહેરમાં બોલતા અને ટ્વીટ કરતા રહ્યા હતા. તેમણે અગાઉ કહ્યું હતું કે કોંગ્રેસ પોતાનો માર્ગ નહીં બદલે તો ખુવાર થતાં વાર નહીં લાગે. ઝાએ એક લેખમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે પક્ષમાં અસંતોષના સૂરને સાંખી લેવામાં આવતો નથી. અસંતોષને કચડી નાખવાના પ્રયાસો થાય છે. ઝાએ વધુમાં લખ્યું હતું કે કોંગ્રેસ ભાજપ પર લોકશાહી વિરોધી વર્તનના આક્ષેપ કરે છે પરંતુ કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં જ લોકશઆહી નથી. કોંગ્રેસ પક્ષમાં વંશવાદ ચાલી રહ્યો છે. એકજ પરિવારના નબીરાઓને આગળ કરવામાં આવે છે.

ઝાએ કોંગ્રેસના પતનની વિગતવાર માહિતી આ લેખમાં પ્રગટ કરી હતી. તેમણે લખ્યુંં હતુ્ં કે છેક 1947થી પક્ષને માત્ર 45 ટકા મતો મળતા હતા. એકમાત્ર ઇંદિરા ગાંધીની હત્યા પછી  પક્ષને 48 ટકા મતો મળ્યા હતા. ત્યાર પછી સતત પક્ષને મળતા મતોમાં ઘટાડો થતો રહ્યો હતો . અત્યારે તો સાવ કંગાળ પરિસ્થિતિ હતી.  એક પરિવાર સમગ્ર પક્ષને  પોતાની અંગત મિલકત સમજીને વર્તન કરતો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.