100 કરોડના નફા પર પ્રિયા બ્લુની ભારત-હોંગકોંગમાં ટેક્સ ચોરી પકડાઈ

ઈન્ક્મટેક્સ વિભાગે, દેશની શિપિંગ ઉદ્યોગ સેક્ટરની અગ્રણી કંપની પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝના કેસમાં રૂ. ૬૦ કરોડની વિદેશી ચલણની ફિક્સ ડીપોઝીટ મળી અને તેના પર ટાંચ મૂકવામાં આવી છે. I.T વિભાગે, પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝ સામે બ્લેક મની એક્ટ હેઠળ તપાસ હાથ ધરી છે.

ઈન્કમટેક્સ વિભાગે, સંજય મહેતા, ગૌરવ મહેતાની માલિકીની પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝની ૧૦૦ ટકા માલિકીની કંપની હોંગકોંગમાં આવેલી છે અને આ કંપનીએ રૂ. ૧૦૦ કરોડનો નફો દર્શાવ્યો હતો. પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝે, રૂ. ૧૦૦ કરોડના નફા પર હોંગકોંગમાં કે ભારતમાં કોઈપણ જગ્યાએ ઈન્કમટેક્સ ચૂકવ્યો નહોતો. આ કંપનીએ ૨૦૧૦થી ર૦૧૯ દરમિયાન ૧.૯મિલિયન અમેરિકી ડોલરનું ટર્ન ઓવર દર્શાવ્યું હતું.

પ્રિયા બ્લુ ઈન્ડસ્ટ્રીઝે બ્રિટિશ આઈલેન્ડમાં ૧૦ પેટા કંપની સ્થાપી છે. આ કંપનીએ મોટાભાગે હોંગકોંગમાં જહાજ ખરીદ્યા હતા અને તેમાંથી નીકળતા સ્ટીલ, લાકડું, સહિત કિંમતી ચીજવસ્તુઓના વેચાણ સહિતના વ્યવહારોમાં વ્યાપક ગેરરીતિ આચરીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું. મુંબઈથી જ હોંગકોંગની કંપનીનું સંપૂર્ણ સંચાલન કરીને તે કંપનીમાં કર્મચારીઓના વેતન સહિતના ખર્ચના બોગસ બિલો, ખરીદ- વેચાણના વ્યવહારો મારફતે કૌભાંડ આચર્યું હતું. આ કંપનીના કરોડોના ઓન મની વ્યવહારો પણ જોવા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.