સુરત શહેરમાં પાણી દૂષિત આવતું હોવાની બુમરાડ વચ્ચે પાલિકાની સ્પષ્ટતા પાણીમાં કોઈ ખરાબી નથી લોકલ નેટવર્કમાં અન્ય પાણીના સપ્લાય ભળી જતા તકલીફ, પાણીનું સ્તર નીચું જવાથી વધુ 1000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાશે
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત અને કલર વાળો પાણી આવતું હોવાની સમસ્યા સામે આવી હતી જેને લઇને રહીશોમાં પણ પોતાના આરોગ્યને લઈને ચિંતા વધતી દેખાતી હતી અને આ બાબતે આજે મળેલી સ્થાયી સમિતિમાં હાઇડ્રોલિક વિભાગ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને આ સમસ્યાના હાલ માટે પગલાં લેવામાં આવશે. સાથે સાથે સુરતના કોટ વિસ્તારની હેરિટેજ હોલ ને રીડ ડેવલોપ કરવાનો નિર્ણય કરાયો છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાશે
ઉનાળો શરૂ થતા ની સાથે તાપી નદીના જળ સ્તરમાં ઘટાડો થયો છે . બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતી હોવાની રહીશો બુમરાણ કરી રહ્યા છે. દૂષિત પાણી અને કલર વાળું પાણી આવતું હોવાની ફરિયાદ મળતા હાઇડ્રોલિક વિભાગ એ સ્પષ્ટતા કરી હતી કે પાણી શુદ્ધ છે અને પીવા લાયક છે પરંતુ લોકલ નેટવર્કમાં પીવાના પાણીની લાઈનમાં અન્ય લાઈન મિશ્રિત થઈ જતી હોવાને કારણે આ સમસ્યા થઈ. 18 તારીખે ઉકાઈ ડેમમાંથી 750 કયુ છે જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. જેને કારણે તાપીના જળસ્તરમાં વધારો થયો છે અને ફરી એક વખત 1000 ક્યુસેક પણ છોડવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.