10,000 રૂપિયા સસ્તા થયા iPhoneના આ બે મોડેલ , જાણો ક્યાંથી ને કઇ રીતે મળશે…??

એપલ હેન્ડસેટનો માર્કેટમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો તમે એક સારો આઇફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે અને iPhone 12 સીરીઝની કિંમતમાં જોરદાર ઘટાડો થયો છે.

iPhone 12 અને iPhone 12 miniની કિંમત માં ઘટાડો થયો.
આઇફોન 12ની કિંમતમાં ઘટાડો થયો છે. જેનો ફાયદો તમે Amazon અને Flipkart ઇ-કોમર્સ વેબસાઇટ પરથી લઇ શકો છો. કિંમતમાં થયેલા ઘટાડા બાદ તમે આ બન્ને ફોનને 10,000 રૂપિયામાં સસ્તામાં ખરીદી શકો છો.

Flipkart પર iPhone 12ની કિંમત 53,999 રૂપિયા છે અને જેમાં ફોનના 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ મળ છે. જ્યારે Amazon પર 63,900 રૂપિયાની સાથે લિસ્ટ થયો છે. આ સ્માર્ટફોનની રિટેલ કિંમત 65,900 રૂપિયા છે. Appleએ iPhone 13 સીરીઝ લૉન્ચ બાદ આ સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.