લોકડાઉન વચ્ચે મજૂરો માટે 1000 બસો મુકવાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરુ થયેલુ રાજકારણ ઉગ્ર બની રહ્યુ છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે 1000 બસો મુકવાની વ્યવસ્થા કોંગ્રેસ કરી શકે છે તેવો દાવો કર્યો છે પણ હવે પ્રિયંકાના દાવા પર કોંગ્રેસના જ ધારાસભ્ય અને પ્રિયંકાની નિકટના ગણાતા નેતા અદિતિસિંહે જ પ્રિયંકા ગાંધીને ઝાટકો આપ્યો છે.
અદિતિસિંહે પ્રિયંકાના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, અત્યારે આપત્તિ વખતે આવી હલકી કક્ષાના રાજકારણની કોઈ જરુર નથી.કોંગ્રેસે 1000 બસોનુ જે લિસ્ટ મોકલ્યુ છે તે પણ એક પ્રકારની છેતરપિંડે છે.આમાંથી 297 બસો તો ભંગાર હાલતમાં છે. જે 1000 બસોના નંબરનો દાવો કરાઈ રહ્યો છે તેમાંથી 98 તો ઓટો રીક્ષા અને એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ છે .68 વાહનોના કોઈ કાલ જ નથી અને જો આ જ બસો ઉપલબ્ધ હતી તો રાજસ્થાન અને પંજાબમાં કેમ મજૂરોને પહોંચાડવા માટે મુકવામાં આવી નહોતી.
અદિતિસિંહે તો આગળ કહ્યુ હતુ કે, કોટામાં જ્યારે હજારો વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે રાજસ્થાન સરકાર પાસે આ બસો ક્યાં ગઈ હતી. ત્યારે કોંગ્રેસ સરકાર તેમને રાજસ્થાન બોર્ડર સુધી પણ છોડી શકી નહોતી.ત્યારે યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓ માટે રાતોરાત બસો મુકીને તેમને ઘરે પહોંચાડ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.