રૂ. 100 કરોડના ખર્ચે સુરતની બે હોસ્પીટલ મહિનામાં શરૂ થઈ જશે

– કોરનાનો કહેર વધતાં મુખ્યમંત્રી સુરત આવી કરી મહત્વની જાહેરાત

– કરોનાના દર્દીને વધુ સારી સારવાર મળે તે માટે વધારાના 200 વેન્ટીલેટર અપાશે, તમામ દર્દીને બેડ મળી રહેશેઃ રૂપાણી

 

સુરતમાં છેલ્લા આઠેક દિવસમાં જ એક હજારથી વધુ કેસ થઈ જતાં ગુજરાતના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી હતી. સુરતની સ્થિતિનો તાગ મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં રૂા. ૧૦૦ કરોડના  ખર્ચે બે હોસ્પીટલને કોવિડ હોસ્પીટલ  બનાવવાની જાહેરાત કરી હતી.

જેમાં એક હોસ્પીટલ  સપ્તાહમાં જ્યારે બીજી હોસ્પીટલ મહિનામાં શરૂ થઈ જશે તેમ કહ્યું હતું. આ ઉપરાંત સુરતમાં કોવિડના ગંભીર દર્દીઓને ત્વરિતસારવાર મળે તે માટે 200 વેન્ટીલેટર રાજ્ય સરકારે ફાળવ્યા હોવાની પણ જાહેરાત  કરી હતી.

સુરત આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મ્યુનિ.સિવિલ અને કોવિડની  કામગીરી સાથે સંકળાયેલા  અધિકારી સાથેવાટાઘાટ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે બાદ તેઓએ પત્રકાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સુરતમાં કોવિડના

કેસ વધી રહ્યાં છે અને ભવિષ્યમાં કેસમાં વધારો થાય ત્યારે તમામ દર્દીઓને સારવાર માટે બેડ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેના માટે સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ જોતાં સુરતની કિડની હોસ્પીટલ અને સ્ટેમ્પસીલ હોસ્પીટલને ઝડપથી 100 કરોડનો ખર્ચ કરીને કોવિડ હોસ્પીટલ બને તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.  સરકારની જવાબદારી છે કે કોરોનાનાદર્દીને તરત સારવાર મળે તે માટે બેડ અને હોસ્પીટલ, વેન્ટીલેટર દવા અને ડોક્ટરની વ્યવસ્થા કરવી જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.