ગુજરાતમાં 2020માં 1023 લોકોની હત્યા, પ્રેમ પ્રકરણમાં 170 લોકો જીવ ગુમાવ્યો….

ગુજરાતમાં ૨૦૧૮ અને ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૦માં હત્યાના બનાવોમાં ધટાડો નોંધાયાનું એનસીઆરબીનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જો કે હત્યાના બનાવાનાં કારણો ચોંકાવનારા જોવા મળી રહ્યાં છે.

લવ અફેરને કારણે ૧૭૦ લોકોની હત્યા થયાનું રિપોર્ટમાં ખુલ્યું છે. મેલીવિધાનાં ચક્કરમાં ૩, પાણીનાં વિવાદમાં ૮ અને બાહ્ય સંબંધોના મામલે ૬૧ લોકોની હત્યા થઈ છે. હત્યાના બનાવોમાં ૧૮ થી ૪૫ વષઁના યુવાનો ની હત્યાના બનાવો વધુ હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રાજયમાં બાળકોની હત્યાના આંકડા પણ ચોંકાવનારા હોવાનું રિપોર્ટમાં છે. ૨૦૨૦માં ૦ થી ૧૮ વષઁની ઉંમરનાં ૮૫ બાળકોની હત્યા કરવામાં આવી જેમાં ૪૦ બાળકીનો સમાવેશ થાય છે.

https://www.youtube.com/watch?v=8ILXdJldq70

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.