107 બાળકોનાં મોતથી સચિન પાયલટ ગહેલોત પર લાલઘૂમ, મુખ્યમંત્રીને સંભળાવી દીધું

કોટાની જે.કે. લોન હૉસ્પિટલમાં બાળકોનાં મોતનો આંકડો વધીને 107 થયો છે. રાજ્યનાં ડેપ્યૂટી સીએમ સચિન પાયલટ શનિવારનાં કોટા હૉસ્પિટલ પહોંચ્યા. કોટામાં બાળકોનાં મોત પર સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગહેલોત પર નિશાન સાધતા કહ્યું કે, આપણે જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલટે કહ્યું કે, “પહેલા શું થયું તેના પર ચર્ચા ના થવી જોઇએ. વસુંધરાને જનતાએ હરાવી દીધી છે, પરંતુ હવે જવાબદારી આપણી છે.”

 

ઉલ્લેખનીય છે કે રાજનસ્થાનનાં કોટાની જે.કે. લોન હૉસ્પિટલમાં બાળકોનાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે કોટામાં બાળકોનાં મોતનો આંકડો 107 પહોંચી ચુક્યો છે. તો આ મામલે રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગે રાજસ્થાન સરકારને નોટિસ ફટકારી છે. રાજસ્થાનનાં ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ આજે કોટામાં અનેક મૃત બાળકોનાં પરિવારને મળ્યા. પાયલટ પ્રદેશનાં ઉપ મુખ્યમંત્રી હોવાની સાથે સાથે પીસીસી અધ્યક્ષ પણ છે. પાયલટ દિલ્હીમાં હતા, ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોટામાં બાળકોનાં મોતને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાયલટ રાજસ્થાન પહોંચ્યા અને જયપુર આવ્યા બાદ કોટા માટે રવાના થયા હતા.

તો બીજી તરફ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત જોધપુરમાં આજે એટલે કે શનિવારનાં સાંજે 4 વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરવાના છે. ઉલ્લેખનીય છે કે ગહેલોત સરકારને કોટાની હૉસ્પિટલ જે.કે. લોન હૉસ્પિટલમાં બાળકોનાં મોત મામલે હેન્ડલિંગને લઇને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.