10 લાખની સિગારેટની ચોરીના કેસમાં સુરતના 3 યુવાનો ઝડપાયા

ગાંધીનગરના સેક્ટર-26 જીઆઈડીસીમાં આવેલા પ્લોટમાં પડેલા ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 10 લાખની સિગારેટ ચોરીની ઘટનામાં ગાંધીનગર એલસીબીએ ત્રણ યુવકોને 1.83 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લીધા છે. ગત 24મીએ રાત્રે આ વિસ્તારમાંથી 10 લાખની કિંમતના 10 કાર્ટુન સિગારેટ ચોરી થઈ હતી. આ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ દરમિયાન પોલીસે નાના ચિલોડા પાસેથી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને 10 લાખની સિગારેટની ચોરીમા સંડોવાયેલા સુરતના ત્રણ આરોપીને પકડી તેમની પુછપરછ હાથ ધરી હતીજેમા જાણવા મળ્યુ હતુ કે આ આરોપીઓએ અમદાવાદના ગોડાઉનોમા રેકી કરી હતી બાદમાં તક મળતા આ ટ્રકમાંથી સિગારેટની ચોરી કરી લીધી હતી.

અમદાવાદના ગોડાઉનમાં રેકી કરી ટ્ર્કનો પીછો કર્યો હતો

સેક્ટર-26 જીઆઈડીસીમાં આવેલા પ્લોટમાં પડેલા ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 10 લાખની સિગારેટ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલતા ગાંધીનગર એલસીબીએ ત્રણ યુવકોને ઝડપી લીધા છે. 24મીએ રાત્રે આરોપીઓએ 10 લાખની કિંમતના 10 કાર્ટુન સિગારેટ ચોરી હતી. જે અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં પીએસઆઈ વી. કે. રાઠોડની ટીમ સક્રિય હતી ત્યારે બાતમીના આધારે નાના ચિલોડા પાસેથી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. GJ-01-HR-5749 નંબરની ા કારમાં પડેલા એક કાર્ટુનમાં વિવિધ બ્રાન્ડની 785 પેકેટ સિગારેટ મળી હતી. ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક દર્શન પ્રજાપતિએ સાગરીતો સાથે મળી આ સિગારેટ ચોરી હતી જ્યારે બે આરોપી રિસિવર તરીકે સિગારેટ લેવા આવ્યા હતા. આ આરોપીઓ પહેલા અમદાવાદના ગોડાઉનમાં રેકી કરવા આવ્યા હતા અને તક મળતા જ ટ્રકનો પીછો કરી 10 કાર્ટુનની ચોરી કરી હતી.

ચોરી માટે સુરતથી ગાંધીનગર બે એક્સેસ, કાર લઈને આવ્યા હતા

દર્શને પોતાના સાગરીતો સાથે ચોરી માટે બે એક્સેસ અને એક કાર લઈને 290 કિલોમીટરથી વધુનું અંતર કાપી સુરતથી આવ્યા હતા. જેમાં પાંચ લોકો ચોરીના બે દિવસ પહેલાં જ કારમાં આવીને રેકી કરી લીધી હતી. જ્યારે બે શખ્સો ચોરીના દિવસે એક્સેસ લઈને આવ્યા હતા. ચોરી બાદ સાતેય શખ્સોએ સુરત જઈને ભાગ પાડ્યા હતા.

પકડાયેલા સુરતના 3 આરોપી

  • દર્શન રમેશભાઈ ઉનાગર (પ્રજાપતિ), એ/146, શિવછાયા સોસાયટી, વેડ રોડ
  • યોગીન વલ્લભભાઈ કુકડીયા, 44 લક્ષ્મીનારાયણ સોસાયટી, વિભાગ-2, ડભોલી ચારરસ્તા
  • નિખીલ ભરતભાઈ ટાંક, 102 જયભવાની કોમ્પ્લેક્ષ, વેડ રોડ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.