10 વર્ષમાં અધધ..3.5 લાખ કરોડના યુધ્ધ જહાજો અને સબમરિન ખરીદશે ભારત

પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે ભારત ઝઝૂમી રહયુ છે અને સાથે સાથે પોતાની સૈન્ય ક્ષમતા મજબૂત કરવામાં પડ્યુ છે.

હિન્દ મહાસાગરમાં દબદબો બનાવી રાખવા માટે ભારતીય નૌસેના આગામી દસ વર્ષમાં યુધ્ધ જહાજો અને સબમરિનો પાછળ 3.5 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરી શકે છે તેવુ કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષછણ મંત્રી શ્રીપદ નાઈકનુ કહેવુ છે.સીઆઈઆઈ આયોજીત એક વિડિયો કોન્ફન્સમાં બોલતા નાઈકે કહ્યુ હતુ કે, ભારતીય નૌસેનાનુ 60 ટકા કરતા વધઆરે બજેટ આ માટે જ રાખવાનુ નક્કી કરાયુ છે.છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલુ સ્તરે 66000 કરોડ રુપિયાની ખરીદી નૌસેના દ્વારા કરવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે ,પાડોશી દેશોની હરકતો અને દરિયામાં ભારતની ભૂમિકાને જોતા હવે દેશની દરિયાઈ મોરચે સુરક્ષા મહત્વની બની ગઈ છે અને આ કામમાં દેશના શિપયાર્ડ મોટો રોલ અદા કરી શકે તેમ છે.મુંબઈ પર થયેલો હુમલો દરેકને યાદ હશે.તે વખતે પણ આતંકીઓ દરિયાના રસ્તે જ આવ્યા હતા.આપણો દરિયો બહુ વિશાળ છે અને તેની સુરક્ષા પણ એટલી જ જરુરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.