ગોડાદરાની ઇ-વે કંપનીમાં 15 હજારના 3 ગણા રૂપિયા મેળવવાની લાલચે 1117 લોકોએ 1.50 કરોડ ગુમાવ્યા જાણો વિગતો

ગોડાદરાની ઇ-વે માર્કેટિંગ કંપનીમાં 15 હજાર રૂપિયાનું રોકાણ કરતાં તેના 3 ગણાથી વધુ રૂપિયા 51 હજાર મેળવવાની લાલચમાં 1117 લોકોએ દોઢ કરોડ ગુમાવ્યા છે અને મોટાભાગના રોકાણકારો લિંબાયત, ઉધના, પાંડેસરા અને ડિંડોલીના છે. ડિંડોલીના ઇજનેરીના વિદ્યાર્થીએ ડીસીબીમાં ફરિયાદ આપતા ઇકોનોમિક ઓફેન્સ સેલે ટોળકીના ગઠિયાની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં થોડાક દિવસ પહેલાં રોકાણકારોએ પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ડિંડોલી મહાદેવ નગરમાં રહેતા અને સિવિલ ઇજનેરીનો અભ્યાસ કરતા મયુર ભીખન પાટીલે એકાદ વર્ષ પહેલા મિત્રના મારફતે સચિન ઊન પાટિયાના અબ્દુલનબીની ઈ-વે-માર્કેટિંગ કંપનીમાં 15 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હતું.

આરોપી અબ્દુલ નબીએ મયુર ભીખન પાટીલને 15 હજાર રૂપિયાનું રોકાણ કરતાં તેના 3 ગણાથી પણ વધુ 51 હજાર આપવાની લાલચ આપી હતી.અને આથી ઇજનેરીના વિદ્યાર્થી મયુર પાટીલે પણ શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે પોતે , બહેન તેમજ તેના મિત્રો સહિત 6 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું એટલું જ નહી તેમના હાથની નીચેના સભ્યો સાથે કુલ 19 રોકાણકારોના નાણા આમાં ફસાયા હતા. ઇ-વે માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરનારાઓ મોટાભાગના લિંબાયત, પાંડેસરા, ઉધના અને ડિંડોલીના છે.

આમ ચીટર ટોળકીએ 1117થી વધુ લોકોની પાસે રોકાણ કરાવી 1.50 કરોડથી વધુની રકમ ખંખેરી છે. ડીસીબીએ વિદ્યાર્થી મયુર પાટીલની ફરિયાદ લઈ 43 વર્ષીય ચીટર અ.નબી રઝ્ઝાક મન્સુરી (રહે,રાહત સોસા,સચીન)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં ચીટર અબ્દુલનબી રઝ્ઝાક મન્સુરીને ઈકોસેલે પકડી પાડયો હતો

ઇકો સેલના હાથે ઝડપાયેલા 43 વર્ષીય આરોપી અબ્દુલ નબી રઝ્ઝાક મન્સુરીએ( રાહત સોસાયટી, સચિન) ગોડાદરામાં ભાડેથી દુકાન લઇને ઓફિસ ચાલુ કરી હતી. જ્યાં સભ્ય બનનાર રોકાણકારને પોતાની સાથે અન્ય 2 સભ્યો લાવનારને 2 હજાર રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી હતી. જેના પગલે અનેક લોકો ઠગ ટોળકીની વાતમાં ફસાયા હતા.જેમાં તેમણે રોકાણમાં રૂપિયા 3 ગણા મેળવવાની સાથે સાથે 2 હજારનું કમિશન મેળવવા માટે અનેક પરિચિતો અને મિત્રોને સભ્ય બનાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.