ધો.12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું આગામી તા. 29 જુને વિતરણ કરાશે

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ટોળું નહી કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, ડી.જે-ઢોલ નગારા નહી વગાડવા બોર્ડની સૂચન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ આગામી તા. 29 જુનના રોજ જીલ્લા અને તાલુકાકક્ષાએ કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. માર્કશીટના વિતરણના સમયે વિદ્યાર્થી અને વાલીઓ વચ્ચે સોશિયલ ડિસન્ટન્સીંગ રાખવા અને માસ્ક, સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.
રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 15 જુનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવહાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમ્યાનમાં આજ રોજ શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 29 જુનના રોજ પરિણામની માર્કશીટ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે હાલમાં કોરોનાની અસાધારણ સ્થિતીને ધ્યાનમાં લઇ બોર્ડ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ માર્કશીટ અને અન્ય સાહિત્યનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. માર્કશીટના વિતરણ વખતે વિદ્યાર્થી અને વાલીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક તથા સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સમૂહમાં એકત્ર નહિ થાય અને પરિણામ મળ્યા બાદ ડી.જે કે ઢોલ નગારા સાથે કોઇ પણ પ્રકારની ઉજવણી કરવા ઉપર પણ પ્રતિબંધ મુક્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.