CBSE સ્કૂલોમાં શિક્ષક ભરતી ને લઈને ગુજરાતમાં 13 ઓનલાઇન ટેસ્ટ અને પ્રેક્ટિસ સેન્ટર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસસીની સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે CTET ની હંમેશા ઓફલાઇન પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે CTETની પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 16મી ડિસેમ્બરે શરૂ થશે અને તે 13મી જાન્યુઆરી સુધી ચાલશે.તેમજ સમગ્ર દેશમાં 20 ભાષામાં આ પરીક્ષા લેવાનાર છે.

સેન્ટ્રલ બોર્ડ દ્વારા પરીક્ષાની પદ્ધતિ બદલવામાં આવી છે પરંતુ ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રથમ વખત ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવનાર હોઈ બોર્ડ દ્વારા પ્રેક્ટિસ સેન્ટર અને મોક ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. CTETની 15મી આવૃત્તિમાં ઓનલાઈન બોર્ડ દ્વારા સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે.

CBSE દ્વારા લેવાનારી સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (CTET) આ વખતે કમ્પ્યુટર બેઝ્ડ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. CTET આપનારા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા સમગ્ર દેશના લાખો ઉમેદવારો માટે પ્રેક્ટિસ સેન્ટરની યાદી પણ જાહેર કરી દીધી છે.

સીબીએસઈ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં કુલ 356 પ્રેક્ટિસ સેન્ટર નક્કી કર્યા છે. આ સેન્ટર પર જઈને ઉમેદવાર ઓનલાઈન યોજાનારી પરીક્ષા માટે અભ્યાસ કરી શકે છે. ઉપરાંત વેબસાઈટ પર પણ મોક ટેસ્ટ માટેની લિંક મુકવામાં આવી છે અને ત્યાં જઈને પણ ઉમેદવાર પરીક્ષાની તૈયારી કરી શકે છે.

CTET પ્રથમ વખત ઓનલાઈન યોજવામાં આવનાર છે, ત્યારે સીબીએસઈ બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષાની નવી પેટર્નની સમજ મળી રહે તે માટે મોક ટેસ્ટ અને અભ્યાસ કેન્દ્રોની યાદી જાહેર કરી દીધી છે. CTETમાં બે પેપર રહેશે. જેમાં પેપર-1 ધોરણ-1થી 5ની શાળામાં શિક્ષક બનવા માટે લેવાશે. જ્યારે પેપર-2 ધોરણ-6થી 8ની સ્કૂલમાં શિક્ષક બનવા માટે લેવાશે.

પેપર-1માં પાંચ ભાગમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ભાષા-1, ભાષા-2, બાળ વિકાસ અને શિક્ષાશાસ્ત્ર, પર્યાવરણ અધ્યયન અને ગણિતનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, CTETનો સ્કોર હવે જીવનભર માન્ય રહેશે. જેથી એકવાર પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર માટે તે કાયમ માટે માન્ય ગણાશે.ઉપરાંત આ નિર્ણયથી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારનો ખુબ જ મોટી રાહત મળશે.

પરીક્ષા માટે ગુજરાતમાં 13 સેન્ટરો નક્કી કરાયા છે જેમાં અમદાવાદ ઉપરાંત આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.