ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ બાદ કાનપુરના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે પથ્થરમારો જોવા મળ્યો હતો.અને આ સમગ્ર પરિસ્થિતિને જોતા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ભારે પોલીસ દળને સ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે આ કેસમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.અને જ્યારે અત્યાર સુધીમાં 3 FIR નોંધવામાં આવી છે, 36 લોકોની ઓળખ પણ કરવામાં આવી છે.
કાનપુરના બીકનગંજમાં શુક્રવારે થયેલી હિંસા મામલે ત્રણ FIR નોંધવામાં આવી છે. તેમાંથી બે એફઆઈઆર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે જ્યારે ત્રીજી એફઆઈઆર મારપીટ અને તોડફોડનો ભોગ બનેલી વ્યક્તિ તરફથી દાખલ કરવામાં આવી છે તેમજ એફઆઈઆરમાં 40 લોકોને આરોપી તરીકે ગણાવાયા છે. સાથે જ 1000 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.અને આ આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમની મિલકતો જપ્ત કરવામાં આવશે અને બુલડોઝર પણ ચલાવવામાં આવશે.
પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ માહિતી આપી છે કે કાનપુર હિંસામાં 13 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ સાથે હિંસામાં બંને પક્ષના 30 લોકો ઘાયલ થયા છે. અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. આ સાથે અનેક દુકાનોમાં પણ લૂંટ ચલાવી હતી. પોલીસે લૂંટ, હુમલો, રાયોટીંગ સહિતની અનેક કલમોમાં એફઆઈઆર નોંધી છે. તેમજ સીસીટીવી અને વીડિયો ફૂટેજ દ્વારા તેમની ઓળખ કર્યા બાદ અત્યાર સુધીમાં 35 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ વાહનો સાથે આ વિસ્તારમાં ચક્કર લગાવી રહ્યા છે, જ્યારે ડીએમ નેહા શર્મા, પોલીસ કમિશનર વિજય સિંહ મીના, ડિવિઝનલ કમિશનર રાજશેખર પગપાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને લોકોમાં વિશ્વાસ જગાડી રહ્યા છે તેમજ આ વિસ્તારના બેગમગંજ યતિમખાના નવા રોડ વિસ્તારને પોલીસે છાવણીમાં ફેરવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.