- તમામ પ્રકારના મોબાઈલ ફોનની ઓળખ તેનો IMEI નંબર હોય છે.જેને ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી નંબર તરીકે ઓળખવામાં આવે છે.
જો ફોન ડયુઅલ સીમ હોય તો તેના બે IMEI નંબર હોય છે.દરેક ફોનનો IMEI નંબર અલગ અલગ હોય છે પણ મેરઠમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે ઘણાને ચોંકાવી દીધા છે.યુપીના મેરઠમાં એક જ IMEI નંબર પર 13000 ફોન ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. IMEI નંબરનુ ક્લોનિંગ થતુ હોય તેવા કિસ્સા પહેલા પણ બન્યા છે.આ બાબત મોબાઈલ બાયર માટે ચિંતા જનક છે. અને મેરઠમાં જે કિસ્સો બહાર આવ્યો છે તે ચાઈનીઝ કંપની સાથે જોડાયેલો છે.આ કંપની દ્વારા વેચાઈ રહેલા 13000 ફોનના IMEI નંબર એક જ હતો.
હજારો ફોનનો IMEI નંબર એક જ છે તેનો મતલબ એ છે કે, આ તમામ ફોનની અલગ-અલગ ઓળખ થઈ શકે તેમ નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થાવ તેવી શક્યતા છે.
હેરાનીની વાત એ છે કે, એ પછી પણ ચાઈનિઝ કંપનીને ક્લિન ચીટ આપી દેવાય છે.કંપનીએ પોતાના બચાવમાં કહ્યુ છે કે, ટેકનિકલ ખામીના કારણે આવુ થયુ છે.ભારતમાં એમ પણ હાલનો આઈટી એક્ટ આ બાબતને અપરાધ ગણતો નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનનુ કહેવુ છે કે આ મામલા પર એક્શન લેવા માટે કોઈ ગાઈડલાઈન નથી.જોકે સૌથી વધારે ચેતવા જેવુ બાયરે છે.કારણકે એક જ IMEI નંબર હજારો ફોનમાં હોય તો કોઈએ કરેલા ગેરકાયદેસર કૃત્ય બદલ બીજો કોઈ નિર્દોષ બાયર પણ મુસીબતમાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.