130 કરોડ કરતા વધુ વસતી ધરાવતા આપણા દેશમાં માત્ર 1.5 કરોડ લોકો જ ટેક્સ ભરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર પ્રણાલીને નાગરિક કેન્દ્રિય બનાવવાનો ઉલ્લેખ કરતા બુધવારે કહ્યું હતું કે, દેશમાં ઘણા બધા લોકો દ્વારા કર ન આપવાનો ભાર ઈમાનદાર કારદાતાઓ પર પડે છે, એવામાં પ્રત્યેક ભારતીયએ આ વિષય પર આત્મમંથન કરી ઈમાનદારીથી ટેક્સ આપવો જોઈએ. તેમણે કહ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં દેશમાં 1.5 કરોડ કરતા વધુ કારોનું વેચાણ થયું છે. ત્રણ કરોડ કરતા વધુ ભારતીય કારોબારીઓના કામ માટે અથવા ફરવા માટે વિદેશ ગયા છે, પરંતુ સ્થિતિ એ છે કે, 130 કરોડ કરતા વધુ વસતી ધરાવતા આપણા દેશમાં માત્ર 1.5 કરોડ લોકો જ ટેક્સ ભરે છે.

એક ચેનલના કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું હતું કે, જ્યારે ઘણા બધા લોકો ટેક્સ નથી ભરતા, કરવેરો ન ભરવાની રીતો શોધી લે છે, તો તેમનો ભાર એ લોકો પર પડે છે, જે ઈમાનદારીથી કરવેરો ભરે છે. આથી હું આજે પ્રત્યેક ભારતીયને આ વિષયમાં આત્મમંથન કરવાનો આગ્રહ કરીશ. શું તેમને આ સ્થિતિ સ્વીકાર છે?

તેમણે કહ્યું કે, તેઓ દરેક દેશવાસીઓને આગ્રહ કરશે કે દેશ માટે પોતાનું જીનવ સમર્પિત કરનારાઓને યાદ કરીને આ વિશે સંકલ્પ લો અને પ્રણ લો કે ઈમાનદારીથી જે ટેક્સ થાય છે, તે આપશો. PM મોદીએ કહ્યું હતું કે, એક નાગરિક તરીકે દેશ આપણી પાસે જે કર્તવ્યો નિભાવવાની અપેક્ષા કે છે, તે જ્યારે પૂરા થાય છે, તો દેશને પણ નવી તાકાત અને નવી ઉર્જા મળે છે. એમણે વધુમાં કહ્યું હતું કે, દુનિયાનો સૌથી યુવા દેશ, આજે ઝડપથી રમવાના મૂડમાં છે. તેવામાં આપણી ફરજ બને છે કે, આપણે ઈમાનદારીથી આપણો ટેક્સ ચુકવીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.