રાજ્યમાં ભારે વરસાદને લીધે એસટી બસના 138 રૂટ બંધ કરવામાં આવ્યા..

હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને જેના લીધે રાજ્યના અનેક પંથકોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી છે. હજુ પણ આગામી 2-૩ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં એસટી વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે.

મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમે રાજ્યમાં ભારે વરસાદને પગલે વરસાદગ્રસ્ત પંથકમાં ચાલતા 138 બસ રૂટોને કામચલાઉ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે અને જેના લીધે અપડાઉન કરી રહેલા અનેક લોકો તથા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસટી નિગમે વલસાડ જિલ્લાના સૌથી વધુ 30 રૂટને ભારે વરસાદની અસર હેઠળ બંધ કાર્ય છે અને જયારે ડાંગના 23 રૂટ અને નવસારીના 16 રૂટ, સુરતના 19 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ જિલ્લાના 18 રૂટ અને કચ્છના 13 રૂટ હાલ રદ કરવામાં આવ્યા છે. એસટી નિગમે ૧૩૮ જેટલા રૂટ પરની બસ સેવા બંધ કરતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.