13મી જૂને સુશાંતના ઘરે કોઈ પાર્ટી નહોતી થઈ, ઉલટાનું રોજ કરતાં વહેલા લાઈટ્સ બંધ થઈ હતી : પડોશીનો દાવો

 

 

સીબીઆઈની એક ટીમ શનિવારે બાંદ્રા ખાતે સુશાંતના ઘરે પહોંચી હતી અને 14મી જૂને સુશાંત મૃત મળી આવ્યો તે પહેલાંની ઘટનાઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સીબીઆઈના અિધકારીઓ સુશાંતના રસોઇયા નીરજ અને તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને તેમની સાથે લઈ ગઈ હતી.

સુશાંતને તેના રૂમમાં પંખા પર લટકેલી હાલતમાં નીરજ અને પિઠાનીએ જોયો હતો. સીબીઆઈની ટીમ સુશાંતના ઘરે પહોંચી છે ત્યારે તેની ઈમારતમાં રહેતી એક મહિલા પડોશીએ મીડિયાને કહ્યું હતું કે 13મી જૂને રાતે અચાનક સુશાંતના ઘરની લાઈટો અને વહેલા બંધ થઈ ગઈ હતી. દરમિયાન સીબીઆઈ સુશાંતની પોસ્ટમોર્ટમ અને વીસેરાની પણ તપાસ કરશે.

અિધકારીઓએ જણાવ્યું હતું કે, સીબીઆઈની ટીમમાં સામેલ ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોએ 14મી જૂનની ઘટનાઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સીબીઆઈના અિધકારીઓ અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો શનિવારે બપોરે 2.30 વાગ્યે મોન્ટ બ્લાં એપાર્ટમેન્ટ્સમાં પહોંચ્યા હતા. તેઓ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં મીડિયાના માણસો હાજર રહ્યા હતા.

સીબીઆઈની ટીમ લગભગ છ કલાક સુધી તેના ફ્લેટની અંદર રહી હતી તેમ અિધકારીઓએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે ટીમ પહેલાં ઈમારતની છત પર ગઈ હતી અને ત્યાર પછી ફ્લેટમાં પ્રવેશી હતી. તેમણે બેડરૂમના ફોટા પાડયા હતા અને વીડિયો શૂટ કર્યો હતો. સીબીઆઈની ટીમે સૃથળ પર આત્મહત્યાની સંભાવના છે કે નહીં તેની તપાસ કરી હોવાનું મનાય છે.

સુશાંતની ઈમારતમાં રહેતી એક મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે, 13મી જૂને સુશાંતના ઘરે કોઈ પાર્ટી નહોતી થઈ. ઉલટાનું લાઈટો અચાનક વહેલા બંધ થઈ ગઈ હતી. સુશાંતની ઈમારતમાં રહેતી એક મહિલા પડોશીએ પહેલી વખત શનિવારે મીડિયા સામે આવીને કહ્યું હતું કે, 13મી જૂને રાતે 10.30થી 11.00 વાગ્યે સુશાંતના ઘરની લાઈટો બંધ થઈ ગઈ હતી. જોકે તેણે કહ્યું કે વહેલા લાઈટો બંધ થવી એ શંકાસ્પદ છે.

કારણ કે સામાન્ય સંજોગોમાં સુશાંત મોડી રાત સુધી જાગતો હોય છે  પરંતુ તે દિવસે માત્ર તેના રસોડાની લાઈટ જ ચાલુ હતી. તેણે 13મી જૂને સુશાંતના ઘરે કોઈ પાર્ટી યોજાઈ હોવાના મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા. પડોશી મહિલાના આ દાવાથી આ કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. દરમિયાન સીબીઆઈની અન્ય એક ટીમે કૂપર હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં સુશાંતના મૃતદેહની ઓટોપ્સી કરાઈ હતી.

સુશાંત ગાંજો ભરેલી સીગરેટ પીતો હતો : નોકર નીરજ

સુશાંતની મોતના કેસમાં તેના નોકર નીરજે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપુત ગાંજો ભરેલી સીગરેટ પીતો હતો. તેની મોતના થોડાક દિવસ પહેલાં તેણે સુશાંત માટે ગાંજાની કેટલીક સીગારેટ બનાવી હતી. નીરજે મુંબઈ પોલીસને કહ્યું કે, સુશાંતનો દેહ તેના બેડરૂમમાં મળ્યો તે દિવસે તેણે ગાંજાની સીગરેટવાળુ બોક્સ જોયું તો તે ખાલી હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.