કહેવાય છે કે, આવિષ્કારના બીજ જરૂરિયાતમાંથી રોપાય છે. આવું જ કંઈક બન્યું છે. મુંદ્રાંમાં. કોઈ બાઈક વિશે સાંભળ્યું છે ખરા કે, જે કલરના કપડાં પહેરો એ કલર્સનું બાઈક બની જાય. આવી બાઈકનું સર્જન કર્યું છે કે, મુંદ્રાંમાં રહેતા 14 વર્ષના કિશોર પ્રકાશ લુહારે. જે હાલમાં આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર ડી ઉચ્ચતર માધ્યમિક શાળાના નવમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે.અને આ બાઈકનો એક ચક્કર મારવા માટે વિદ્યાર્થીઓનું ટોળું દરરોજ રાત્રે ભેગું થાય છે.
કોરોના વાયરસના લોકડાઉનના સમયમાં જ્યાં એક યુવા પેઢી મોબાઈલમાં મસ્ત અને વ્યસ્ત હતી એ સમયે જન્મથી ગળથૂથીમાં કારીગીરી લઈને જન્મેલા પ્રકાશે કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અર્ધશિક્ષિત છતાં મિકેનિક દિમાગ ધરાવતા પ્રકાશે પિતા સુરેશભાઈને ખખડધજ બની ગયેલી સ્કૂટમાંથી એક બાઈક બનાવવાના વિચારની વાત કરી. પછી જુદા જુદા ગેરેજમાં ફરીને બાઈક્સને લગતા પાર્ટ્સ ભેગા કર્યા. પછી બાઈક બનાવવાનું ચાલું કર્યું. અને જેમાં 48 વોલ્ટ અને 26 AHની બેટરી મૂકી. જે એકવાર ચાર્જ કર્યા બાદ 50 કિમીની એવરેજ આપે છે.
આ બાઈક 150કિમીનું સુધીનું વજન ખેંચી જવા સક્ષમ છે. આગામી સમયમાં તે પવન વગર પણ ઊર્જા જનરેટ કરી શકે એવી પવનચક્કી તૈયાર કરવા ઈચ્છે છે. જ્યારે પ્રકાશે બનાવેલી બાઈક પરિવારના સભ્યોએ જોઈ ત્યારે તેઓ મોઢામાં આંગળા નાંખી ગયા હતા. આર.ડી.હાઈસ્કૂલના નિવૃત શિક્ષક રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, પ્રકાશે શાળાનું ગૌરવ વધાર્યું છે.અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
દિવસે દિવસે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતા મહાનગરમાંથી ઘણા પરિવારો આ પ્રકારની ઈ બાઈક તરફ વળ્યા છે. એટલું જ નહીં જાહેર પરિવહનમાં પણ હવે બેટરીવાળા વાહનનો ઉપયોગ થઈ રહ્યો છે. એવામાં આ પ્રકારનો આવિષ્કાર પરિવહનને વેગ આપનારો સાબિત થાય છે. કંપનીઓના મસમોટા ઉત્પાદોનની મોટી કિંમત ચૂકવવી પડે છે. પણ સ્થાનિક સ્તરે શિક્ષણતંત્ર આ પ્રકારના આવિષ્કારને વેગ આપે તો ઘણા આંગણે પણ આવા ઈ વ્હિકલ્સ બની શકે છે. આ પ્રકારના આવિષ્કારને પ્રમાણિત કરી, સુરક્ષાની દ્રષ્ટિએ એને સર્ટિફાઈડ કરીને સ્ટાર્ટઅપ માટે યુવાનોને વેગ આપી શકાય છે.અને ખાસ કરીને પરિવહન ક્ષેત્રે થઈ રહેલા આવા પરિવર્તનમાં ઈ વ્હિકલ્સને ક્રાંતિ સમાન મનાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.