જૂનાગઢમાં આગામી તારીખ 19 ના વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા એસટી વિભાગ કુલ ૧૪૦૦ બસની ફાળવણી કરવામાં આવી છે જેના કારણે સેકડો રુટ રદ થવાથી મુસાફરોને રઝળપાટ થવાની શક્યતા છે આથી દિવાળી ના તહેવાર ઉપર બહારગામ જવા નીકળેલા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેની શક્યતા છે
News Detail
જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં તારીખ 19 ના બપોર બાદ 3:00 વાગ્યે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજનાર છે આ કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા લઈ જુનાગઢ ,ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી એમ ચાર જિલ્લાઓમાંથી લોકો પહોંચી શકે તે માટે જીએસઆરટીસી ની કુલ ૧૪૦૦ બસની ફાળવણી કરવામાં આવી છે આ પૈકી જુનાગઢ વિભાગના જુનાગઢ, પોરબંદર ,વેરાવળ, ઉપલેટા, ધોરાજી ,જેતપુર ,માંગરોળ, કેશોદ અને બાટવા એમ 9 ડેપો ની કુલ 200 બસોને કાર્યક્રમને લઈ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બીજી તરફ મહેસાણા, પાલનપુર ,અમરેલી, અમદાવાદ અને નડિયાદ વિભાગોમાંથી 1200 બસોની ફાળવણી કરવામાં આવી છે વડાપ્રધાનના કાર્યક્રમમાં અડધો લાખથી વધુ લોકો પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા બસ ફાળવવામાં આવી છે બસોને ઝફર મેદાન ઉપરાંત કૃષિ યુનિવર્સિટી આસપાસના ગ્રાઉન્ડ વિસ્તારમાં પાર્ક કરવા સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે 19 ઓક્ટોબરના વડાપ્રધાનના આગમનને લઈ એસટી વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બસના કારણે દિવાળી પૂર્વે બહારગામ જવા નીકળેલા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ અને મુસાફરોને રઝળપાટ થવાની શક્યતાઓ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.