દિલ્હી પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે જે ચાઈનીઝ બટનદાર ચાકુ ચીનથી મંગાવીને સ્થાનિક બજારમાં વેચતો હતો અને આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જાણો આ સમગ્ર સિન્ડિકેટની વાત અને કેવી રીતે આ લોકો કરતાં હતાં ગેરકાયદેસર ધંધો.
દિલ્હી પોલીસે 14 હજારથી વધુ ચાઈનીઝ ચાકુ જપ્ત કર્યા છે. આ ચાકુ ચીનથી મંગાવવામાં આવતા હતી અને ભારતમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન વેચવામાં આવતા હતા. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક મોટા ઉદ્યોગપતિ પણ સામેલ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક બહુ મોટા સિન્ડિકેટનો ગેરકાયદેસર ધંધો છે અને જેના તાર ચીનથી નવી દિલ્હી સુધી જોડાયેલા છે તેમજ સ્થાનિક વેપારીઓથી માંડીને કેટલાક સરકારી અધિકારીઓ પણ આ ધંધામાં સામેલ છે.
દિલ્હી પોલીસે આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. 18મી જુલાઈના રોજ સીઆર પાર્ક વિસ્તારમાંથી એક લાવારિશ કુરિયર મળી આવ્યુ હતું અને તેમાં 50 થી વધુ બટનદાર ચાકુઓ હતા અને સંભવતઃ આ કુરિયર ભૂલથી ડિલિવરી બોયથી પડી ગયું હતું. પોલીસ માટે આ પહેલો સુરાગ હતો, જેમાંથી તેમને લીડ મળી હતી. ધીમે ધીમે પોલીસે તેની પાછળનું રહસ્ય ઉકેલવાનું શરૂ કર્યું.
કુરિયરમાં ચાકુ મોકલનારનું નામ અને સરનામું દક્ષિણ દિલ્હીના માલવિયા નગરનું હતું. જ્યારે પોલીસ તપાસ કરતાં ત્યાં પહોંચી તો સરનામું એક કપડાની દુકાનનું હતું અને પોલીસે દુકાન માલિક મોહમ્મદ સાહિલ અને તેના કર્મચારી વસીમની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ ત્યાંથી વધુ 533 ચાકુ મળી આવ્યા હતા.
આ મામલે કસ્ટમ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને ઓનલાઈન શોપિંગ સાઈટ્સને પણ નોટિસ આપવામાં આવી છે કે તેઓ કેવી રીતે તેમના પ્લેટફોર્મ પર પ્રતિબંધિત છરીઓ વેચતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ આવા ચાકુઓ રામપુરમાં બનાવવામાં આવતા હતા, તેથી તેને રામપુરી ચાકુઓ કહેવામાં આવતા હતા. આ પહેલાથી જ પ્રતિબંધિત છે તેમજ આ ચાકુઓનો ઉપયોગ મોટાભાગે ગુનેગારો કરે છે અને જો છરીમાં બટન હોય, તેની બ્લેડ 7.62 સે.મી.થી મોટી અને 1.62 સે.મી. કરતાં પહોળી હોય, તો તેને રાખવું ગેરકાયદેસર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.