14 એપ્રિલે લોકડાઉન ખતમ થવા સાથે રેલવે અને એરલાઈન્સ કંપનીઓએ 15 એપ્રિલથી ટિકિટ બુકિંગ શરૂ કર્યું

કોરોના વાઈરસ ફેલાવાથી રોકવા માટે સરકારે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યું હતું. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે જણાવ્યું હતું કે, 21 દિવસોના લોકડાઉનને આગળ ચાલું રાખવા માટેની હજું કોઈ યોજના નથી. સરકારની આ જાહેરાત બાદ ભારતીય રેલવે અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ 15 એપ્રિલ બાદ માટેનું ટિકિટ બુકિંગ શરૂ કર્યું છે. વેસ્ટર્ન રેલવેના PRO પ્રદીપ શર્માએ કહ્યું કે, ભારતીય રેલવેએ 14 એપ્રિલ બાદની રેલવે યાત્રા માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું હતું.

લોકડાઉનના 14 એપ્રિલ બાદ ન વધારવા માટેની જાહેરાત બાદ ટ્રાવેલ એજન્ટ્સે રેલવેમાં બુકિંગ અંગે પુછપરછની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અક્ષર ટ્રાવેલના મનીશ શર્માએ કહ્યું કે, તેમને બુકિંગ અંગે ઘણી ઈન્ક્વાયરી મળી રહી છે.

IRCTCની એપ અને વેબસાઈટ પર 15 એપ્રિલથી ટિકિટ મળી રહેશે. સાથે જ એરલાઈન્સ કંપનીઓ પણ યાત્રા માટે 15 એપ્રિલથી બુકિંગ શરૂ કરશે. પ્રાઈવેટ એરલાઈન્સ કંપની સ્પાઈસજેટ, ઈન્ડિગો અને ગોએરે ઘરેલુ યાત્રા માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમને 15 એપ્રિલથી બુકિંગ માટે ખોલી રહ્યા છે. જો કે, આ મુદ્દે એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.