15મીએ લોકડાઉન ખતમ? આ સીએમે પહેલા ટ્વિટ કર્યુ અને પછી હટાવી પણ દીધુ

પીએમ સાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની વિડિયો કોન્ફન્સિંગ પુરી થયા બાદ અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ 15 એપ્રિલ લોકડાઉન ખતમ થઈ જશે તેવુ ટ્વિટ કરતા હલચલ મચી ગઈ હતી

જોકે હવે ખાંડુએ આ ટ્વિટ હટાવી દીધુ છે અને સ્પષ્ટતા કરી છે. અગાઉ ટ્વિટમાં તેમણે લખ્યુ હતુ કે, લોકડાઉન 15 એપ્રિલે પુરુ થઈ જશે પણ તેનો મતલબ એ નથી કે, લોકો રસ્તા પર ફરવા માટે આઝાદ છે.કોરોના વાયરસની અસર ઓછી કરવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી પડશે.

આ ટ્વિટ ડિલિટ કર્યા બાદ તેમણે વધુ એક ટ્વિટ કરીને લખ્યુ હતુકે, લોકડાઉનને લઈને અગાઉ કરાયેલુ ટ્વિટ એક અધિકારીએ કર્યુ હતુ. જેમની હિન્દીની સમજ ઓછી છે. આ ટ્વિટને હટાવી દેવાયુ છે.

પેમા ખાંડુના લોકડાઉનના ટ્વિટથી આશ્ચર્ય એટલા માટે પણ સર્જાયુ હતુ કે, બીજા કોઈ મુખ્યમંત્રીએ આ પ્રકારની જાહેરાત કોન્ફરન્સ બાદ કરી નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.