રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર છે. ત્યારે હવે કોંગ્રેસે ધારાસભ્યને બહાર લઇ જવા પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ 15 ધારાસભ્યોને બહાર લઇ જશે. અને સત્ર દરમિયાન 15 ધારાસભ્યોને ગૃહમાં રાખવામાં આવશે. બાકીના ધારાસભ્યોન જયપુર લઇ જવાશે. રાજ્યસભાની બે સીટ બચાવવા માટે કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યની બહાર લઇ જવાનો અંતિમ નિર્ણય અહેમદ પટેલ કરશે. ધારાસભ્યોને કયા રાજ્યમાં લઇ જવા તેનો નિર્ણય અહેમદ પટેલ કરશે. હાલ રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની ચર્ચા ચાલી રહી છે. તો ક્યારે અને કેટલા ધારાસભ્યોને બહાર લઇ જવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી તમામને ખસેડવા કે નહીં તે અંગે મૂંઝવણ છે. કેટલાક અગ્રણીય અને હોદ્દો ધરાવતા MLA ગુજરાતમાં રહી ગૃહમાં હાજરી આપી શકે છે. તો આ અંગે સોમવારે અહમદ પટેલ ગુજરાતના નેતાઓ સમક્ષ નિર્ણય જાહેર કરશે. હાલ 15 ધારાસભ્યોને ગૃહમાં રાખવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.