15મી ડિસેમ્બરનો દિવસ ગુજરાત પોલીસ માટે સુવર્ણ અક્ષરોમાં લખાશે, 58 વર્ષ પછી રાષ્ટ્રપતિના નિશાનથી…

  • ગુજરાત પોલીસને આખરે 58 વર્ષે રાષ્ટ્રપતિના નિશાનથી સન્માનીત કરવામાં આવશે. આગામી 15મી ડિસેમ્બરે ગુજરાત પોલીસ દળના 1,06,831 જવાનોને નિશાન પ્રદાન કરવામાં આવશે. દેશમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડું, ત્રિપુરા અને આસામ બાદ હવે ગુજરાત પોલીસને પણ રાષ્ટ્પતિના નિશાન પ્રદાનમાં સમાવેશ થયો છે. ખાસ રીતે ડિઝાઇન કરેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને એનાયત કરાશે. દેશના સાત ડીજીપીના વડપણ હેઠળ મુલ્યાંકન બાદ આ પ્રસ્તાવ આપવામાં આવે છે.
  • ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. તેની સાથે તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલીનીકરણ કરી ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી. શહેર અને જિલ્લા તથા હથિયારી પોલીસ મળી કુલ 1,06,831 જવાનોનો સમાવેશ થાય છે. દેશમાં મોટા અને આધુનિક પોલીસ દળમાં ગુજરાત આઠમાં ક્રમે આવે છે.
  • પોલીસે અપરાધ, આતંકવાદ, આંદોલનો જેવા અનેક પડકારો સફળતાપુર્વક સામનો કર્યો હતો. નિશાનના પ્રદાન માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ભારત સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં સીઆરપીએફ, બીએસએફ, સીબીઆઇ, આર એન્ડ એડબલ્યુ(રો), ઇન્ટેલિજન્સ બ્યુરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓના મુલ્યાંકન બાદ પીએમ કચેરી તરફ મોકલવામા આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.