15 દિવસમાં શ્રમિકોને ઘરે મોકલવાની કામગીરી પૂર્ણ કરો : સુપ્રીમ કોર્ટ

– પરપ્રાંતીય મજૂરોના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી

– કેન્દ્ર અને રાજ્ય સરકારને 15 દિવસમાં તમામ મજૂરોને ઘરે પહોંચાડવા આદેશ આપ્યો

 

પરપ્રાંતીય મજૂરોના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે જે કરવા માંગીએ છી એ, તે અમે જણાવીશું. અમે તમામ મજૂરોને ઘરે પહોંચાડવા માટે 15 દિવસનો સમય આપીશું. તમામ રાજ્યોએ જણાવવું પડશે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત આપશે. પરપ્રાંતીય મજૂરોનું રજિસ્ટ્રેશન થવું જોઇએ.

અરજી પર સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ મજૂરોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. સડક માર્ગથી 41 લાખ અને ટ્રેનથી 57 લાખ લોકોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.