રાજ્યમાં ચાઈનીઝ દોરીને કારણે લોકોના મોત થવાની ઘટનાઓની ગંભીર નોંધ લઈ હાઇકોર્ટે ગુજરાત સરકારને કડક પગલાં ભરવા નિર્દેશ આપતા સરકારે અભિયાન તેજ બનાવવા આદેશ કરતા અને લોકોને જો કોઈ ચાઈનીઝ દોરી વેંચતા જણાય કે ઉપયોગ કરતા જણાય તો 100 નંબર ઉપર પોલીસને જાણ કરવાની અપીલ કરતા ચાઈનીઝ દોરી વાપરતા તત્વો ફફડી ઉઠ્યા છે અને પોલીસે ઠેરઠેર અભિયાન શરૂ કર્યું છે ત્યારે વલસાડની વાત કરવામાં આવેતો વલસાડજિલ્લા પોલીસે અભિયાન ચલાવી કુલ 16 વેપારીઓને 270થી વધુ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.
આ ઉપરાંત જિલ્લામાં નાનાપોંઢા પોલીસે 2 યુવકોને ચાઈનીઝ દોરી વડે પતંગ ચગાવતા ઝડપી પાડયા હતા અને વાપી પોલીસે પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા ત્રણ ઈસમોને ઝડપી પાડી 74 પ્રતિબંધિત દોરીની ફિરકીઓ કબજે કરી હતી.
વલસાડ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા આ તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.