સામાન્ય રીતે બધાં જ ઘરોમાં ડિયોડ્રેંડનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને ગર્મીમાં શરીરથી આવા વાળી દુર્ગંધને દૂર ભગાડી શકાય. પરંતુ શું ડિયોડ્રેંડ કોઈની મૃત્યુનું કારણ બની શકે છે ? એક છોકરી જે પોતાના ઘરનાં ફ્લોર પર મૃત અવસ્થામાં મળી હતી તેના હાથમાં ડિયોડ્રેંડ મળ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે, તેને સૂઘ્યાં બાદ જ તેણીની મોત થઈ ગઈ.
આ રહસ્યમઈ મમલો ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સનો છે. બ્રોકન હિલ્સમાં રહેવા વાળી 16 વર્ષની છોકરી બ્રુક રયાનનો શવ ઘરના ફર્શ પર પડેલો મળ્યો હતો.અને ફર્શ પર પડેલા શવ પાસેથી ડિયોડ્રેંડ અને એક ટુવાલ મળ્યુ છે.જેમાં છોકરી એક પ્રતિભાશાળી એથલીટ હતી અને ક્રોમિંગ નામની એક જાનલેવા એક્ટિવિટી બાદ એરોસોલને સુંઘવાથી શંકાસ્પદ હાલતમાં તેની મોત થઈ ગઈ. માનવામાં આવી રહ્યું છે કે, તેને હદય રોગ નો હુમલો થયો હતો.
ઓસ્ટ્રેલિયાના એક સ્કૂલ ટીચરએ પહેલા આવી પરિસ્થિતિ અટકાવાના હેતુથી ડિયોડ્રેંટના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.અને મૃતકાની માં એની રયાને અન્ય પરિજનોને તેના ખતરાઓ વિશે ચેતવવા માટે મધર્સ ડેના અવસર પર પોતોની છોકરીની મૃત્યુ વિશે જાણકારી આપી હતી અને જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં તેની પુત્રી સાથે આ દુર્ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.