સોમવારે સવારે પોતાના ગામ પહોંચેલા યુવકને સ્કૂલમાં 14 દિવસ માટે ક્વોરેન્ટીન કર્યો હતો
દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે એક યુવક મુંબઇથી લગભગ 1600 કિમી ચાલીને ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ પહોંચે છે. યુપીના શ્રીવસ્તી જિલ્લામાં આવેલા પોતાના ગામ પહોંચ્યા બાદ સ્થાનિક પ્રશાસન યુવકને એક સ્કૂલમાં 14 દિવસ માટે ક્વોરેન્ટીન કરે છે. ક્વોરેન્ટીન કર્યાના માત્ર છ કલાકની અંદર જ આ યુવકનું મોત નિપજ્યું છે. યુવકના રહસ્યમય મોતથી પ્રશઆસન દોડતું થયું છે. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્ય હતા.
યુપીના શ્રીવસ્તી જિલ્લના મઠખનવા ગામની આ ઘટના છે. મુંબઇથી 1600 કિમી ચાલીને આવેલા યુવકનું મોત થતા, આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઇ છે. આ યુવક સોમવારે સવારે સાત વાગ્યો પોતાના ગામ પહોંચ્યો હતો, અને બપોરે 1 વાગ્યા આસાપાસ તેનું મોત થયું છે. સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ કોરોના પ્રોટોકોલ પ્રમાણે યુવકની લાશનો કબ્જો મેળવીને પોસ્ટમાર્ટમ માટે મોકલી છે. પ્રશાસન આ યુવકના રહસ્યમય મોતની તપાસમાં લાગ્યું છે.
તો મૃતકના શરીર પાસે આવેલા પરિવારના લોકોને પણ તે જ સ્કૂલમાં ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. યુવકના પરિવારના લોકોનું કહેવું છે કે, જે પ્રકારે તેના શરીરની સ્થિતિ હતી તે જોઇને તો લાગે છે કે આટલે દૂર સુધી ચાલીને આવવાના કારણે તેનું મોત થયું છે. આ આખી ઘટના અંગે પ્રશાસને જણાવ્યુ છે કે હજુ મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.