અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 18 બાંગ્લાદેશીઓ પકડાયા.

અમદાવાદ શહેરમાં એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર રહેતા 18 જેટલા બાંગ્લાદેશીઓની ઓઢવ સોનની ચાલી, ઘાટલોડિયા અને ઇસનપુર વિસ્તારમાંથી ધરપકડ કરી તેઓની સામે કાયદેસર તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં પકડાયેલા તમામ બાંગ્લાદેશીઓ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે ભારતમાં ઘૂસી અમદાવાદમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી બાજું તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેવામાં આ બાંગ્લાદેશીઓની અલકાયદા સાથે કોઈ જોડાણ છે કે કેમ ? તે બાબતે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં ગેરકાયદેસર રીતે રહેતા 63 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ 2023માં અત્યાર સુધી 33 બાંગ્લાદેશીઓની ધરપકડ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.