18 જાન્યુઆરીએ HDFC બેંકની નેટ અને મોબાઇલ બેંકિંગ જેવી તમામ સુવિધાઓ રહેશે બંધ

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFCએ SMS કરીને તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે 18 જાન્યુઆરી, 2020ના રોજ ગ્રાહકો નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ફોન બેંકિંગ અને IVR પર ક્રેડિટ કાર્ડ જેવી સર્વિસનો લાભ નહીં લઈ શકે. HDFC બેંકે તેના તમામ ગ્રાહકોને માહિતી આપી છે કે, શિડ્યૂલ મેન્ટેનન્સના કારણે 18 જાન્યુઆરી 2020ના રોજ રાત્રે 1 વાગ્યાથી લઇને બપોરે 12 વાગ્યા સુધી નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ફોન બેંકિંગ અને IVR પર ક્રેડિટ કાર્ડ સર્વિસ બંધ રહેશે.

ગયા મહિને HDFC બેંકની મોબાઇલ એપ્લિકેશન અને નેટ બેન્કિંગ સુવિધા ટેક્નિકલ ખામીને કારણે 2 દિવસ અટકી પડી હતી. બેંકે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ટેક્નિકલ ગરબડને કારણે સર્વિસ બંધ થઈ ગઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.