૧૮ વર્ષની યુવતીએ આપ્યો બાળકોને જન્મ: મૈત્રી કરાર બાદ પ્રેમી પોકસોના ગુનામાં થયો હતો જેલ હવાલે

૧૮ વર્ષની યુવતીએ આપ્યો બાળકોને જન્મ: મૈત્રી કરાર બાદ પ્રેમી પોકસોના ગુનામાં થયો હતો જેલ હવાલે

News Detail

શાપરમાં મૈત્રી કરાર બાદ પોકસોના ગુનામાં પ્રેમીને જેલ હવાલે કરાયા બાદ નારી સુરક્ષા ગૃહમાં રહેલી યુવતીએ બાળકીને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. પોક્સો હેઠળ જેલ હવાલે થયેલા શખ્સે કુંવારી માતા બનાવતા પોલીસે તપાસ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલા નારી સુરક્ષા ગૃહમાં રહેતી ૧૮ વર્ષની યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતા તેણીને તાત્કાલિક સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીએ સારવાર દરમિયાન બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગે તબીબે એમએલસી દાખલ કરાવતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં કુંવારા બાળકીને જન્મ આપનાર યુવતી ૧૭ વર્ષની હતી. ત્યારે તેણીએ મનોજ નામના યુવાન સાથે મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં મનોજની પોકસો એકટના ગુનામાં ધરપકડ કરી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને યુવતીને નારી સુરક્ષા ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો હતો. પ્રેમી વતી ગર્ભવતી બનેલી યુવતીએ બાળકીને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાનૂની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.