નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા 186 લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું ,સ્થાનિક લોકોમાં ગભરાટ..

સરદાર સરોવર ડેમ માંથી 5,45,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 23.50 ફુટ પહોંચી તેના કારણે ભરૂચ ઉપર પુરનું સંકટ ઉભુ થતાં પાલિકા તંત્ર હરકતમા આવ્યું છે. તેના ભાગ રૂપે ભરૂચના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં વસતા 53 જેટલા કુટુંબોના 186 જેટલા નાગરિકો અને પશુધનને સ્થળાંતર કરાવામાં આવ્યું હતું અને સ્થળાંતર કર્યા લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા 6 ખાતે સ્થળાંતર કરાવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ,સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, સ્થાનિક પાલિકા સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યામાં આવ્યા હતા અને અંકલેશ્વરના સરફુદ્દીન ગામના 501,ખલપીયા ગામના 170 તથા ગોલ્ડનબ્રિજ ઝુંપડપટ્ટીના 10 લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.