હાલમાં શિયાળાની ઋતુ હોવા છતાં જે પ્રકારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે પ્રકારનો હવામાન પલટો આવતા સપ્તાહે પણ આવશે. 18મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ રહે, ઠંડા પવનો ફૂંકાવા છતાં દિવસે મહત્તમ તાપમાન વધે અને ગરમીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે. ત્યાં જ એવી હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કે, 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પણ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં 37 ડિગ્રી સેલ્સિયસ રહે. તા.25 થી 27 દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય. હમણાં તા.19, 20, 21માં વાદળો આવે. તા.21-22માં ઠંડા પવન ફૂંકાય. પરંતુ રવિ પાકો માટે હવામાન સાનુકૂળ થતું જાય. માર્ચ માસમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે એપ્રિલમાં કેટલાક ભાગોમાં કરાં પણ પડી શકે તેમ હોવાનું અંબાલાલ દા. પટેલે જણાવ્યું હતું.
આ ઉપરાંત, આ મહિનાના અંત ભાગમાં જાણે ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે, રાજ્યના અનેક સ્થળોએ મહત્તમ તપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉંચુ જાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તા.27 થી 29 આકરી ગરમી પડે. કેટલાક ભાગોનું ન્યુનતમ તાપમાન 40 ડિગ્રી સુધી રહે.આ ઉપરાંત, આ મહિનાના અંત ભાગમાં જાણે ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે, રાજ્યના અનેક સ્થળોએ મહત્તમ તપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉંચુ જાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. તા.27 થી 29 આકરી ગરમી પડે. કેટલાક ભાગોનું ન્યુનતમ તાપમાન 40 ડિગ્રી સુધી રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.