વડોદરા શહેરમાં જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. યુવતીની હત્યા બાદ મૃતદેહ ફેંકી દેવાયો હતો.મહત્વનું છે કે, યુવતી આર્યન રેસિડેન્સીમાં મામાને ત્યાં રહેતી હતી. અને ત્યાંથી પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી.અને યુવતી ટ્યુશન જવા માટે નીકળી હતી.ત્યારે રાત્રે અંધારાનો લાભ લઇને યુવતીની હત્યા કરવામાં આવી છે.
જો કે બાજુના ખેતરમાં ખેતમજૂરો યુવતીની બુમો સાંભળી દોડી આવ્યા હતા. જેને લઈને હત્યારો ત્યાંથી ભાગી ગયા હતા. એક વ્યક્તિને ભાગતા શ્રમિકોએ જોયો હતો.એક તરફી પ્રેમમાં હત્યા થયાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.જ્યારે પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકાએ તપાસ શરૂ કરી છે.અને ઘટનાસ્થળેથી મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે..
બીજી બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયાં વધુ તપાસ હાથ ધરી હતી.અને પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હાલ યુવતીના હત્યાના મામલે એક યુવકની અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપશે
થોડાંક દિવસો પહેલાં સુરત ખાતે ફેનીલે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપી નાંખી હત્યા કરી હતી. અને ત્યારબાદ રાધનપુરમાં વિધર્મી યુવકે એક તરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.