193 મિલિયન દર્શકોએ PM મોદીનું ‘આર્થિક પેકેજ સંબોધન’ જોયુંઃ BARC

આની પહેલાના ભાષણને 20.3 કરોડ દર્શકોએ જોયેલું, ગઈ વખત કરતા બે ઓછી ચેનલે ભાષણ કવર કર્યું

 

BARCના અહેવાલ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજવાળા રાષ્ટ્રજોગ સંબોધનને 193 મિલિયન (19.3 કરોડ) દર્શકોએ જોયું હતું. દેશમાં કોવિડ-19 મહામારી પ્રસરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં વડાપ્રધાને પાંચ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું જેમાં પાંચમા સંદેશાની વ્યૂઈંગ મિનિટ્સ સૌથી વધારે હતી.

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના અહેવાલ પ્રમાણે સપ્તાહમાં 8મી મે સુધી ટીવી દર્શકોની સંખ્યામાં ઘટાડો રહ્યો જ્યારે લોકડાઉન દરમિયાન વધારો નોંધાયો હતો. 25મી માર્ચના રોજ શરૂ થયેલા લોકડાઉનના કારણે લોકો ઘરે રહેતા હોવાથી ભારતમાં ટીવી જોવાનું પ્રમાણ વધ્યું છે. સમાચાર અને ફિલ્મો સૌથી વધારે જોવાયા પરંતુ રામાયણ જેવી હિંદુ પૌરાણિક કથાઓ આધારીત સામગ્રી લોન્ચ થવાથી સામાન્ય મનોરંજન ચેનલના દર્શકોની સંખ્યા વધી ગઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 33 મિનિટનું સંબોધન આત્મનિર્ભર ભારતના વિકાસ પર કેન્દ્રીત હતું અને 19.3 કરોડ લોકોએ તેને જોયું હતું. જો કે, તે ગત સંબોધનની તુલનાએ ઓછો આંકડો છે કારણ કે, પાછળના સંબોધનને 203 મિલિયન દર્શકોએ માણ્યું હતું. કુલ 197 ચેનલ્સે આ સંબોધનને કવર કર્યું હતું જે અંતિમ ભાષણને 199 ચેનલ્સે કવર કરેલું તેની તુલનાએ સહેજ ઓછો આંકડો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.