શરદ પવારની રાષ્ટ્વાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં ભાગલા થતા મહારાષ્ટ્રમાં રાજકિય ભુકંપ સર્જાયો છે.શુક્રવારે રાત્રે 7.45 વાગે એનસીપી,કોંગ્રેસ અને શિવસેના વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સમજૂતી થઇ એ પછી રાત્રે ન ભૂતો ન ભવિષ્યતી પ્રકારનો રાજકિય ખેલ ખેલાયો હતો. શરદપવારના ભત્રીજા અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા અજીત પવારે ભાજપને ટેકો આપતાં દેવેન્દ્ર ફડણવીસે સવારે 8.00 વાગ્યે મુખ્યમંત્રીપદના અને ખુદ અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદના સોગંદ લીધા હતા.
અજિત પવારે ભાજપને ટેકો આપ્યાના સમાચાર જાહેર થયા પછી મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી ગણાતા પવાર પરિવારમાં ભૂકંપ આવી ગયો હતો. શરદ પવારનાં પુત્રી સુપ્રીયા સુળેએ વોટ્સએપ સ્ટેટસ પર પરિવાર અને પક્ષમાં ભાગલા પડયા હોવાનું સ્ટેટસ મુક્યું હતું. આ સાથે શરદ પવારનો 41 વર્ષ જૂનો ભૂતકાળ તાજો થઈ ગયો હતો અને જાણે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ જણાતું હતું.
સંજોગની વાત છે કે શરદ પવારે પણ 41 વર્ષ પહેલાં 1978માં મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવા માટે અજીત પવારની જેમ પોતાની જ પાર્ટી તોડી હતી.દેશમાં ઇમરજન્સી પછી 1977માં થયેલી લોકસભા ચૂટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની દેશમાં હાર થઇ હતી.મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસે અનેક સીટો પરથી પરાજયનો સામનો કરવો પડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.