1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, ઓછા સલ્ફર વાળા ડીઝલ અને પેટ્રોલના ઉત્પાદન માટે IOC એ 17000 કરોડ રૂપિયા ખર્ચ્યા

નવી દિલ્હી: IOCએ શુક્રવારે જાહેર કર્યું છે કે 1 એપ્રિલથી તે બીએસ-6 ઈંધણનું વેચાણ શરૂ કરશે આથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

આઈઓસીના ચેરમેન સંજીવ સિંહે મુંબઈમાં કહ્યું કે ઓછા સલ્ફર વાળા ડીઝલ અને પેટ્રોલના ઉત્પાદન માટે આઈઓસીએ 17 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 1 એપ્રિલથી દેશભરમાં નવા ઈંધણનું વેચાણ શરૂ થશે જેમાં સલ્ફરનું પ્રમાણ માત્ર 10 પાર્ટ પર મિલિયન હશે. અત્યારે આ પ્રમાણ 50 પીપીએમ જેટલું હોય છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નહોતું કે ભાવમાં કેટલો વધારો થશે. આ અગાઉ બીપીસીએલએ પણ આ સુવિધા માટે 7 હજાર કરોડનો ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું હતું. એચપીસીએલએ કહ્યું છે કે 1 માર્ચથી માત્ર બીએસ-6 પેટ્રોલ-ડીઝલ વેચશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.