1 ડિસે.થી ટોલનાકા પર ડબલ પૈસા આપવા તૈયાર રહેજો, HSRP, PUC બાદ હવે આ

જો તમે હાઈવે પરથી પસાર થતાં હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કેમ કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઈ ગયા બાદ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ થશે નહીં, ફક્ત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જ થશે. અને જો તમે રોકડ પેમેન્ટ કરવા માગો છો તો તમારી પાસેથી ટોલનો બમણો દર વસૂલવામાં આવશે. આ સિસ્ટમ માટે લોકોને જાગૃત કરવા માટે હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝાને સૂચના આપી દીધી છે. તો તમને અપાતાં ટોલમાં છેક નીચેની લાઈનમાં પણ ફાસ્ટેગનો ઉલ્લેખ છે. એટલે કે, જો હવે તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હશે તો ફાસ્ટેગ સિસ્ટમ લેવી જ પડશે.

રોડ મિનિસ્ટ્રી તરફથી જાહેર એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં તમામ ટોલ પ્લાઝાને ફાસ્ટેગ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે. એટલે કે આ સિસ્ટમ લાગુ થયા બાદ રોકડ પેમેન્ટ થશે નહીં. અને આ સિસ્ટમ તમારે ચાલુ કરાવવા માટે ફાસ્ટેગ લેવો પડશે. આ ફાસ્ટેગ તમે કોઈપણ બેંક પાસેથી કે ઓનલાઈન પણ મેળવી શકો છો. જેની દરેક પ્રક્રિયા એકદમ સરળ છે.

ફાસ્ટેગ એ એક ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્સ ડિવાઈસ છે, કે જે તમારા વ્હિકલમાં ઈન્સ્ટોલ કરેલું હોય છે. અને આ ડિવાઈસ તમને ટોલ પ્લાઝા પર સ્ટોપ કર્યા વગર સડસડાટ નીકળી જવા માટે મદદ કરે છે. તેનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાંથી ઉભા રહેવામાં મુક્તિ મળે છે. સરકારનો આ પ્લાન ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

ફાસ્ટેગ કાર કે વ્હિકલની વિન્ડસ્ક્રીન ઉપર લગાવવામાં આવે છે. અને તે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અને ચાલુ વ્હિકલે આ ફ્રિક્વન્સીની મદદથી તમારો ટોલ આપોઆપ ભરાઈ જાય છે. ટોલની રકમ ફાસ્ટેગ સાથે જોડાયેલ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.